fbpx
અમરેલી

14 અમરેલી લોકસભાના ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાને લીલીયા તાલુકાના ખારાપાટ ગ્રામ્યવિસ્તારોમાં મળી રહ્યું છે જન સમર્થનધારાસભ્ય કસવાલા અને ભરત સુતરીયા સભાઓ

ઉજવલા યોજના લાવીને મારી માં બહેનો દીકરીઓને આસુ લુસવાનું જેને કામ કર્યું છે તે નરેન્દ્ર મોદી સાહેબની સરકારે કર્યું છે – મહેશ કસવાલા.14 અમરેલી લોકસભાના ભાજપના ઉમેદવાર ભરત સુતરીયા ને લીલીયા તાલુકાના ખારાપાટ ગ્રામ્ય વિસ્તારોમાં લોકોનો આવકાર મળી રહ્યો છે ભારતીય જનતા પાર્ટીએ લોકસભાના ઉમેદવાર તરીકે અમરેલી લોકસભા બેઠક પર કર્મષ્ઠ અને નિષ્ઠવાન એવા ભરત સુતરિયાને મેદાને ઉતાર્યા છે જે પ્રકારે અમરેલી જિલ્લાના છેવાડાના ગામ સુધી વિકાસ કરવામાં આવ્યો છે તેને લઈને ક્યાંક અમરેલીની જનતા ત્રીજી વાર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બનાવવા માટે અમરેલીની જનતા થનગની રહી છે અનેક વિકાસ લક્ષી કામો રાજ્ય અને કેન્દ્રની સરકાર દ્વારા કરવામાં આવ્યા છે ત્યારે ફરીવાર ભાજપની સરકાર બને તે માટે અમરેલીની જનતા ગામે ગામ ભરત સુતરિયાને આવકારી રહ્યા છે ત્યારે લીલીયા તાલુકાના ખારા પાટ વિસ્તારના સલડી, પૂતળીયા, મોટા કણકોટ, આંબા, પુંજાપાદર, જાત્રુંડા, સનાળીયા, હાથીગઢ, એકલારા, ગુંદરણ, પાંચતલાવડા, ક્રાંકચ, પીપળવા, ગોઢાવદર સહીતના 14 ગામડાઓમાં ભરત સુતરીયા અને સાવરકુંડલા અને લીલીયા ના ધારાસભ્ય મહેશ કસવાલા સભાઓ ગજવી રહ્યા છે

લોકોનો ખુબ પ્રતિસાદ મળ્યો હતો લોકસભાની ચૂંટણીનાં ગણતરીના દિવસો જેમ જેમ નજીક આવી રહ્યા છે તેમ ભરત સુતરીયાનો જન સંપર્ક વધી રહ્યો છે સભા દરમિયાન મહેશભાઈ કસવાલાએ જણાવ્યું હતું કે ઉજવલા યોજના લાવીને મારી માં બહેનો દીકરીઓને આસુ લુસવાનું જેને કામ કર્યું છે તે નરેન્દ્ર મોદી સાહેબની સરકારે કર્યું છે બહેનો અને દીકરીઓ માટે વિવિધ યોજનાઓ લાવ્યા છે છેવાડાના માનવી સુધી નરેન્દ્ર મોદી સાહેબની સરકારે યોજનાઓ પહોંચાડે છે અને ત્રીજી વખત નરેન્દ્ર મોદી સાહેબ વડાપ્રધાન બને તે માટે આપણે સૌ સાથે મળીને ભરતભાઈ સુતરીયા ને દિલ્હી મોકલવાના છે આપણે પણ સંકલ્પ લઈએ કે આપણા વિસ્તારમાંથી મતદાનના દિવસે કોઈ બાકી ન રહે અને યોગ્ય નિર્ણય લઈને આપ સૌ મતદાન કરો આ તો કે ભરતભાઈ સુતરીયા એ પણ કહ્યું હતું કે ગામના લોકોને જે પણ સમસ્યા હશે તે સમસ્યાનો અમે ધારાસભ્ય સાથે મળીને નિરાકરણ લાવીશું અને ગામના લોકોએ પણ ધારાસભ્ય મહેશ કસવાલા અને ભરત સુતરીયાનું ઉમળકા ભેર સ્વાગત કર્યું હતું.

આ તકે ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા, તાલુકા ભાજપ પ્રમુખ ભનુભાઇ ડાભી, જિલ્લા શિક્ષણ સમિતિના પ્રતિનિધિ ભીખાભાઈ  ધોરાજીયા, અમરેલી જિલ્લા પંચાયતના સદસ્ય વિપુલભાઈ દુધાત પૂર્વ ધારાસભ્ય હનુભાઈ ધોરાજીયા, કાનજીભાઈ નાકરાણી, બાબુભાઈ ધામત, જીવનભાઈ વોરા, અરુણભાઈ પટેલ,  અરજણભાઈ ધામત, ઘનશ્યામભાઈ મેઘાણી, આનંદભાઈ ધાનાણી, વિજયભાઈ ગજેરા, કેતન ભાઈ ઢાકેચા, તુષારભાઈ ધોરાજીયા, તાલુકા મહામંત્રી જીગ્નેશભાઈ સાવજ, ભરતભાઈ ઠુંમર, ગૌતમભાઈ વીંછિયા, જીવનભાઈ બારૈયા, બાલાભાઈ ભરવાડ, પરેશભાઈ પાડા, યુવા મોરચાના મહામંત્રી લલીતભાઈ વેકરીયા, પુરવા તાલુકા પંચાયતના પ્રમુખ દિલીપભાઈ સાવલિયા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/