fbpx
અમરેલી

અમરેલી નગરપાલિકામાં ભાજપના રાજમાં ભ્રષ્ટાચારનો ભરડો-તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી

અમરેલી નગરપાલિકામાં જ્યારથી ભાજપનું શાસન આવ્યું ત્યારથી જ નગરપાલિકા ભ્રષ્ટાચારનો પર્યાય બની ગઈ છે, છેલ્લા ત્રણ વર્ષ કરતાં વધુ સમયગાળાથી અમરેલી નગરપાલિકામાં ભાજપનું શાસન છે અને આ ભાજપના શાસનમાં ભાજપના શાસકો અમરેલી શહેરનો વિકાસ કરવાના બદલે પોતાનો વિકાસ કરી રહ્યા છે, ભાજપના જે કાર્યકર્તાઓ અને આગેવાનો પાસે સારું ટુ- વ્હીલર નહોતું એમની પાસે આજે લાખો રૂપિયા કિંમતની ફોર-વ્હીલર ગાડીઓ જોવા મળે છે, આજે ભાજપના શાસકો દ્વારા અમરેલી નગરપાલિકામાં બેફામ રીતે ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે, ભાજપના શાસકો દ્વારા અમરેલી શહેરની જનતાને ઉંધા ચશ્મા પહેરાવીને કરોડો રૂપિયાનું બ્લોક રોડ કૌભાંડ આચરવામાં આવ્યું છે, જેમાં અમરેલી શહેરી વિસ્તારમાં સોસાયટીઓના સારા બ્લોક રોડ પણ કાઢીને નવા બ્લોક રોડ બનાવવામાં આવ્યા છે અને જુના નીકળેલા બ્લોક ભાજપના શાસકો દ્વારા બારોબાર વેચીને કરોડો રૂપિયા પોતાના ખીચામાં નાખવામાં આવ્યા છે, આજે સમગ્ર અમરેલી શહેરમાં ભૂગર્ભ ગટરના ઢાંકણા બદલાવવા અને તેના મેન્ટેનન્સ ના નામે લાખો રૂપિયાના બિલ દર મહિને ભાજપના શાસકો દ્વારા મૂકવામાં આવે છે, આજે ભાજપ શાસિત નગરપાલિકામાં સ્વચ્છતાના નામે પણ કરોડો રૂપિયાના બિલ શાસકો દ્વારા મૂકીને ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે, આમ ભાજપના રાજમાં અમરેલી નગરપાલિકામાં ભ્રષ્ટાચારે ભરડો લીધો છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/