fbpx
અમરેલી

સેવા સેતુ કાર્યક્રમઃ ૨૦૨૪ – જન કલ્યાણલક્ષી વિવિધ સેવાઓ અને યોજનાઓનો લાભ ઘરઆંગણે

રાજ્ય સરકારની જનકલ્યાણલક્ષી વિવિધ સેવાઓ અને યોજનાઓનો લાભ નાગરિકોને સરળતાથી ઘરઆંગણે મળી રહે અને તેમને ઓછામાં ઓછી મુશ્કેલી થાય તેવા પારદર્શી અભિગમ તેમજ સુશાસન નેમ સાથે રાજ્યવ્યાપી સેવા સેતુ કાર્યક્રમના ૧૦મા તબક્કાનો રાજયવ્યાપી પ્રારંભ થયો છે. મહત્વનું છે કે, આગામી તા.૩૧ ઓક્ટોબર સુધી રાજયભરમાં યોજાનાર આ સેવા સેતુ કાર્યક્રમના ૧૦મા તબક્કા અંતર્ગત તાલુકા દીઠ ૩ અને નગરપાલિકા-મહાનગરપાલિકા દીઠ બે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે.

રાજ્ય સરકારના વિવિધ વિભાગોની ૫૫ જેટલી જનકલ્યાણલક્ષી સેવા-સુવિધા સેવા સેતુમાં નાગરિકોને સ્થળ પર પૂરી પાડવાનો ઉદ્દેશ્ય છે.સેવા સેતુ કાર્યક્રમ એ રાજ્ય સરકારના જનકલ્યાણલક્ષી અભિગમનું એક પરિમાણ છે. સેવા સેતુ કાર્યક્રમના માધ્યમથી અરજદારોની અરજીઓનો સ્થળ પર જ હકારાત્મક રીતે ઉકેલ આવી રહ્યો છે. આજરોજ અમરેલી તાલુકા ગ્રામ્ય સેવા સેતુ કાર્યક્રમ-૨૦૨૪ રાંઢીયા પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો. રાજય સરકારની વિવિધ યોજનાઓ અન્વયે ૨,૧૦૮ અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.

 ૧4૧૨૦ પશુઓનું રસીકરણ, ૪૦૦ પશુ રસીકરણ કીટ વિતરણ, આરોગ્ય વિભાગ અંતર્ગત કુલ ૩૩૬ મેડિસીન સારવાર, આધારકાર્ડમાં સુધારા બાબતની ૮૭ અરજી, ૨૧ આવકના દાખલા, ૩૮ આરોગ્ય ચકાસણી-ડાયાબિટીસ બીપી સહિતની બાબતોની ચકાસણી, ૨૯ રાશનકાર્ડ ઈ-કેવાયસી બાબતની અરજી, ૨૫ પશુઓની ગાયનેકોલોજી સારવાર, ૧૯ જાતિ પ્રમાણપત્રો બાબતની અરજી, ૨૧ આવકના દાખલા અંગેની અરજી, રાશનકાર્ડમાં નામ દાખલ, સુધારા અને નામ કમી કરવાની ૨૪ અરજી, કુલ ૦૫ પીએમ કિસાન પોર્ટલ રજીસ્ટ્રેશન, ૦૨ વિધવા સહાયની અરજી, ૦૨ નિરાધાર વૃદ્ધ અને દિવ્યાંગ સહાય બાબતની અરજી સહિત ૨,૧૦૮ અરજી બાબતે હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.

અમરેલીના રાંઢીયા પ્રાથમિક શાળા ખાતે આયોજિત સેવા સેતુ કાર્યક્રમમાં અમરેલી તાલુકા ગ્રામ્ય ક્લસ્ટરના ૨૦ જેટલા ગામ સમાવિષ્ટ છે. આ કાર્યક્રમમાં સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.રાજ્ય સરકારના સેવા સેતુ કાર્યક્રમના માધ્યમથી અરજદારોના પ્રશ્નોનું સ્થળ પર નિરાકરણ આવી રહ્યું છે. રાજ્ય સરકારના પારદર્શી અભિગમ સુશાસન વ્યવસ્થા અંતર્ગત સેવા સેતુ કાર્યક્રમ દ્વારા નાગરિકોની વિવિધ સમસ્યાઓનું નિવારણ અરજદારોને ત્વરાએ મળી રહે તે માટે પારદર્શી શાસન વ્યવસ્થા કાર્યરત છે.

રાંઢીયા મુકામે આયોજિત સેવા સેતુ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત ઉપ પ્રમુખશ્રી સુરેશભાઈ પાથર, અમરેલી તાલુકા પંચાયત કારોબારી ચેરમેનશ્રી શ્રી જે.બી દેસાઈ, તાલુકા પંચાયત સભ્ય શ્રી ગુણવંતભાઈ સાવલિયા, વિવિધ ગામના સરપંચ શ્રી, તાલુકા ભાજપ પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ ત્રાપસિયા, અમરેલી પ્રાંત અધિકારી શ્રી નાકીયા, ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી શ્રી જયેશ કટેશિયા, નાયબ મામલતદાર શ્રી સુકભાઈ, અગ્રણીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, મહાનુભાવો અને નાગરિકો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/