fbpx
અમરેલી

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ‘સ્વચ્છ ભારત દિવસ’-પૂ.મહાત્મા ગાંધીજીની જન્મજયંતી, ‘સ્વચ્છ ભારત મિશન’ના ૧૦ વર્ષની  ઉજવણી

સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ‘સ્વચ્છ ભારત દિવસ’-પૂ.મહાત્મા ગાંધીજીની જન્મજયંતી, ‘સ્વચ્છ ભારત મિશન’ના સફળતાના શાનદાર ૧૦ વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છેગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને અમરેલી-કુંકાવાવ-વડીયા વિસ્તારના ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયાના અધ્યક્ષ સ્થાને અને સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં અમરેલી સ્થિત બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર ખાતે ‘સ્વચ્છ ભારત દિવસ’  જિલ્લાકક્ષા ઉજવણી સંપન્ન થઈ હતી.

કાર્યક્રમમાં સાવરકુંડલા-લીલીયા વિસ્તાર ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા, અમરેલી જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા.  કાર્યક્રમ પ્રારંભ પૂર્વે સર્વ મહાનુભાવશ્રીઓએ અમરેલીના ગાંધી બાગ ખાતે પૂ. બાપુની પ્રતિમાને સુતરની આંટી પહેરાવીને ભાવવંદન સહ શ્રદ્ધાજંલિ અર્પણ કરી હતી.વિધાનસભાના નાયબ મુખ્ય  દંડક શ્રી કૌશિકભાઈ સહિત સર્વ શ્રી મહાનુભાવોએ અમરેલીના સેન્ટર પોઈન્ટ સહિતના વિસ્તારમાં સાફ-સફાઈ કરીને “સ્વચ્છતા હી સેવા :  સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા” નો સંદેશ પ્રસરાવ્યો હતો.

કાર્યક્રમમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત જન ભાગીદારીમાં શ્રેષ્ઠ કામગીરી બદલ સાવરકુંડલા તાલુકાનું સન્માન કરવામાં આવ્યું હતું. સફાઈ મિત્ર સુરક્ષા શિબિરમાં શ્રેષ્ઠ કામગીરી બદલ ધારી તાલુકાને પ્રમાણપત્ર અને નિર્મળ ગુજરાત ૨.૦ અંતર્ગત શ્રેષ્ઠ સફાઈ કર્મચારીઓને પ્રોત્સાહન સાથે રુ.૧૦ હજારના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.ઉલ્લેખનીય છે કે, સ્વચ્છતાલક્ષી એકમને રુપાંતરિત કરવામાં શ્રેષ્ઠ કામગીરી કરી છે તેવા ખાંભાના રાયડી, સાવરકુંડલાના જીરા, બગસરાના લુંઘીયા ગ્રામ પંચાયતને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે મહાનુભાવશ્રીઓએ વૃક્ષારોપણ કર્યું હતુ.વિધાનસભા નાયબ મુખ્ય દંડક શ્રી વેકરિયાએ કહ્યુ કે, પૂ. ગાંધી બાપુએ સમગ્ર વિશ્વને ‘સ્વચ્છતા’ સાથે ‘સમરસતા’ના અમૂલ્ય વિચારોની ભેટ આપી છે. સ્વચ્છ ભારત મિશન અતર્ગત સ્વચ્છતાનું જન આંદોલન સતત શરુ રહે તે માટે સૌએ સહિયારા પ્રયત્ન કરવા જરુરી છે.

ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ જણાવ્યુ કે, રાષ્ટ્રપિતા પૂ.મહાત્મા ગાંધીજીએ વર્ષો પૂર્વે ભારતની સ્વાતંત્ર્યની લડાઈની સાથે ‘સ્વચ્છતા’ અને ‘અસ્પૃશ્યતા’ નાબૂદીના વિચારોને અમલમાં મૂકી સમાજ ઉત્કર્ષ માટે અમૂલ્ય યોગદાન આપ્યું હતુ. સત્ય, અહિંસા, સ્વચ્છતા અને સમરસતાનો તેમનો સંદેશ સમગ્ર વિશ્વમાં હકારાત્મક પરિવર્તન લાવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૪માં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ લાલ કિલ્લાથી દેશવ્યાપી “સ્વચ્છ ભારત મિશન” નો પ્રારંભ કરાવ્યો હતો, આ મિશનના સફળતાના ૧૦ વર્ષ પૂર્ણ થયા છે.

અમરેલી સ્થિત બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર, પ્રમુખ વાટિકા ખાતે ‘સ્વચ્છ ભારત દિવસ’ ઉજવણીના જિલ્લાકક્ષાના કાર્યક્રમમાં અમરેલી નગરપાલિકા પ્રમુખ શ્રી બિપીનભાઈ લીંબાણી, પદાધિકારીશ્રીઓ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી જાડેજા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સર્વ શ્રી અર્પણ ચાવડા અને શ્રી દીપાબેન કોટક, અમરેલી નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી પટેલ, પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ અને સફાઈ કર્મીઓ સહિત ઉપસ્થિત રહ્યા હતા. 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/