અમરેલી

બગસરામાંથી એક ઇસમને ચોરીના મોટર સાયકલ સાથે પકડી અમરેલીએલ.સી.બી.

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા મિલકત સબંધી અનડીટેક્ટ ગુન્હાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓએ જીલ્લામાં મિલ્કત સબંધી જે ગુન્હાઓ બનેલ હોય અને અમરેલી જીલ્લાના નાગરિકોની મિલકત ચોરાયેલ હોય તેવા વણશોધાયેલ ગુન્હાઓનો ભેદ ઉકેલી, આરોપીઓને પકડી પાડી તેમની પાસેથી ચોરીનો મુદ્દામાલ રીકવર કરી, તેના મુળ માલિકને મિલકત પાછી મળે તે માટેના સઘળા પ્રયત્નો કરવા અને આવા વણશોધાયેલ મિલકત સબંધી ગુન્હાઓનાં ભેદ ઉકેલવા માર્ગદર્શન આપેલ.

જે અન્વયે અમરેલી એલ.સી.બી. પો.ઇન્સ.શ્રી એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે બગસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન એક ઇસમને શંકાસ્પદ મોટર સાયકલ સાથે પકડી પાડી, મજકુર ઇસમને મોટર સાયકલ બાબતે પુછ પરછ કરતા આ મોટર સાયકલ આશરે એકાદ મહિના પહેલા રાજકોટ જિલ્લાના જેતપુર ગામે, ધોરાજી રોડ, હિરપરા કોલેજ સામે, ફાટક પાસેથી ચોરી કરેલાની કબુલાત આપતા, પકડાયેલ આરોપી તથા મુદ્દામાલ આગળની કાર્યવાહી થવા બગસરા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

પકડાયેલ આરોપી:-

ભાવેશ દિલીપભાઇ ડાભી, ઉ.વ.૩૨, રહે.બગસરા, નટવરનગર તા.બગસરા, જિ.અમરેલી.

પકડાયેલ મુદ્દામાલઃ-

એક બજાજ કંપનીનું CT 100 DLS મોડલનું નંબર પ્લેટ વગરનું મોટર સાયકલ જેના ચેસીસ નંબર MB2DDDUZZNWB38167 डि.३.८,०००/- नो मुद्दामाल.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા એલ.સી.બી. ટીમના હેડ કોન્સ. આદિત્યભાઇ બાબરીયા, કુલદીપભાઇ દેવભડીંગજી દ્વારા કરવામાં આવેલ છે.

Related Posts