અમરેલી જિલ્લામાં અનાજ માફિયાઓ સામે વડિયા મામલતદાર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. વડિયા મામલતદારની કાર્યવાહીથી ગેરકાયદેસર અનાજની હેરફેર કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે.અમરેલી જિલ્લામાં અનાજ માફિયાઓ સામે વડિયા મામલતદાર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. બાતમીના આધારે અમરનગર રોડ પરથી એક રીક્ષામાંથી 1177 કિલો જેટલો શંકાસ્પદ અને બિનઅધિકૃત ઘઉંનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. મામલતદારે રેડ કરીને ઘઉંના કટ્ટા ભરેલી આ રીક્ષાને ઝડપી પાડી હતી.પ્રાથમિક તપાસમાં આ જથ્થો સ્થાનિક આસપાસના વિસ્તારમાંથી ખરીદવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. મામલતદાર દ્વારા આ ઘટનામાં સામેલ બે ઈસમો વિરુદ્ધ બિનઅધિકૃત અનાજની હેરફેર બાબતે કાર્યવાહી કરવામાં આવી છે. આ જથ્થાને હાલમાં વડિયા અનાજ ગોડાઉન ખાતે સીઝ કરીને રાખવામાં આવ્યો છે. વડિયા મામલતદારની આ કાર્યવાહીથી ગેરકાયદેસર અનાજની હેરફેર કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે.
અમરેલીના વડિયા મામલતદારની લાલ આંખ, રૂ.1177 કિલો બિનઅધિકૃત ઘઉંનો જથ્થો રીક્ષામાંથી ઝડપાયો




















Recent Comments