લાઠીના જરખીયા ગામે કાકડીયા પરિવાર ના કુળદેવી બ્રહ્માણી ખોડીયાર માતાજી મંદિરે ૧૧ કુંડી નવચંડી હોમાત્મક યજ્ઞ, રક્તદાન કેમ્પ તેમજ રાસ ગરબા કાર્યક્રમ યોજાયો અમરેલી જીલ્લા ના લાઠીના જરખીયા ગામે ગુરૂવાર ના રોજ કાકડીયા પરિવાર ના કુળદેવી બ્રહ્માણી ખોડીયાર માતાજી મંદિરે ૧૧ કુંડી નવચંડી હોમાત્મક યજ્ઞ યોજાયેલ, તેમજ રક્તદાન કેમ્પ નું આયોજન કરેલ જેમાં ૪૧ બોટલ લોહી એકત્ર થયેલ,યજ્ઞ દરમ્યાન અગ્રણી ઓ ઉપસ્થિત રહેલ માતાજી ના ભુવા પરશોતમભાઇ વીરજીભાઇ કાકડીયા તેમજ ભનુભાઇ કરશનભાઈ કાકડીયા ની ઉપસ્થિત રહેલ,યજ્ઞના મુખ્ય પાટલાના યજમાન જનતીભાઈ તેમજ ભોજન પ્રસાદ ના દાતા સ્વ.દેવચંદભાઇ ગોબરભાઇ કાકડિયા પરિવાર
રહેલ, યજ્ઞના આચાર્ય બિપીનભાઇ જોષી રહેલ .કરોડો રુપીયાના ખર્ચે ખોડીયાર માતાજી ના ભવ્ય મંદિરના નિર્માણ નુ કામ પુરજોશમાં શરુ છે તેમાં અગાઉ પણ કાકડીયા પરિવાર ના દાતાઓ દ્વારા દાન આપવામાં આવેલ છે આ સમારોહમાં કાકડીયા પરિવાર ના ગૌરવ સમાન મહાનુભાવો ભરતભાઈ સુતરીયા સાંસદ અમરેલી,ધારીના ધારાસભ્ય જે.વી.કાકડિયા(ચલાલા વાળા),મનુભાઇે ગોબરભાઈ કાકડીયા (શ્રી અમરેલી જી.લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ પૂર્વ પ્રમુખ),ગોકુળ ભાઇ કાકડિયા ધજડી, રાજુભાઈ કાકડીયા ધજડી, કનુભાઈ કાકડિયા આસોદર, બાબુભાઈ કાકડિયા આસોદર,હરેશભાઈ ડી.કાકડીયા (સરપંચ જરખીયા), જીવરાજભાઈ જે.કાકડિયા(સુરગપરા), કનુભાઈ કાકડિયા સુરગપરા વાળા,દેવચંદભાઇ કાકડીયા, કાળુભાઇ પી.કાકડીયા,અલ્પેશ દેવચંદભાઇ કાકડીયા,ડુંગરભાઈ કાકડિયા(જયોતિ ગ્રુપ)પાણીયાદેવવાળા,આબાભાઇ કાકડીયા, ભુરાભાઈ કાકડીયા,લલીતભાઇ કાકડિયા નાના રાજકોટ વાળા,શાંતીભાઇ જી.કાકડીયા, કાકડિયા પરિવાર ના બારોટ સહિત કાકડીયા પરિવાર ના સુરત અમદાવાદ,ભાવનગર, મુબઇ,કુતાણા,નાના રાજકોટ,ચલાલા વસતા કાકડીયા પરિવાર ના સભ્યો ઉપસ્થિતિ રહેલ.બુધવારે રાત્રે નવ વાગે રાસ ગરબાનું આયોજન કરવામાં આવેલ.જરખીયા સુરગપરા ગોવિદપરા કાકડીયા પરિવારની યુવા ટીમ શેઠ મનુભાઇ ગોબરભાઇ કાકડીયા ના માર્ગદર્શન નીચે જયસુખભાઇ એલ. કાકડિયા, ભીખાભાઈ જે.કાકડિયા, પ્રવિણભાઇ એમ.કાકડિયા, સુરેશભાઈ એન.કાકડિયા, હરેશભાઈ જી.કાકડિયા, રાજુભાઈ એમ.કાકડિયા,ભરતભાઈ પી.કાકડિયા, ઝવેરભાઈ એમ., ઇશ્વરભાઇ આર.કાકડિયા, મનુભાઇ આર.કાકડિયા, બટુકભાઈ એમ.કાકડીયા, મહેશભાઈ ડી.કાકડિયા સહિત ખોડીયાર યુવક મંડળ દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ


















Recent Comments