આજરોજ તારીખ ૨૨-૧-૨૬ અને ગુરુવારના રોજ મોટાઝિંઝુડા ગામમાં ૧ થી ૫ વર્ષના નાના બાળકોનો આધારકાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તાલુકામાંથી CDPO દક્ષાબેન ભટ્ટ, તેમજ સુપરવાઈઝર હાજર રહ્યા હતા. ગામના દરેક સમાજના લોકોને નાના બાળકોનું આધારકાર્ડ સાવરકુંડલા ખાતે જવું ન પડે તેમજ ગરીબ અને મધ્યમ પરિવારોની રોજગારી ન પડે તેવા ઉમદા હેતુથી આધારકાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામના દરેક વાલીઓએ પોતાના નાના બાળકને લઈને પોતાનું આધારકાર્ડની પ્રોસેસ કરાવી ખુશી વ્યક્ત કરી હતી. આ તકે ગામના સરપંચ પંકજ ઉનાવા દ્વારા બધી વ્યવસ્થા કરવામાં આવી હતી અને આંગણવાડીની બહેનોનો અને CDPO મેડમનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.
મોટાઝિંઝુડા ગામમાં નાના બાળકોનો આધારકાર્ડ કેમ્પ યોજાયો


















Recent Comments