ગુજરાત

અમદાવાદના આનંદનગર વિસ્તારમાં રોડ વચ્ચે વૃક્ષ હોવાથી બનાવેલું ડિવાઇડર કાર ચાલકને ધ્યાને ન આવતાં અકસ્માત સર્જાયો

શહેરના આનંદનગર વિસ્તારમાં પ્રેરણાતીર્થ દેરાસર પાસે શુક્રવારે ડિવાઇડર સાથે કાર ટકરાતાં પલટી મારી ગઈ હતી. જાેકે, અકસ્માતની ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ ન હોવાનું સામે આવ્યું છે. આ અકસ્માતનો બનાવ સીસીટીવીમાં કેદ થયો હતો.
પ્રેરણાતીર્થ દેરાસર પાસે રોડ વચ્ચે વૃક્ષ હોવાથી ડિવાઇડર થોડું મોટું બનાવ્યું હતું જેથી કાર ચાલકને ધ્યાને ન આવતાં અકસ્માત સર્જાયો હતો.
સાઇનબોર્ડ મૂકવાને લઈને સ્થાનિકોએ તંત્રને અનેક વખત રજૂઆત કરી હોવા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં છે. સ્થાનિકોનું કહેવું છે કે, અહીં આ રીતે અકસ્માત સર્જાવાની ઘટનાથી ભય રહે છે.

Related Posts