ગુજરાત

અમદાવાદની એક જ્વેલરી રિટેલરે કંપનીએ નોંધપાત્ર યોગદાન આપનારા ૧૨ કર્મચારીઓને લકઝુરીયસ ગાડીની ભેટ આપી

શહેરની એક જ્વેલરી રિટેલરે કંપનીએ પોતાના પોતાના ૧૨ શ્રેષ્ઠ કર્મચારીઓને નોંધપાત્ર યોગદાન બદલ એક મોટું એનાં આપ્યું હતું જેમાં તેમને લકઝુરીય ગાડીની ભેટ આપવામાં આવી હતી. આ ૧૨ કર્મચારીઓને ગાડીની ભેટ આપવા કંપની તરફથી નડિયાદના અંધજ ખાતે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
અમદાવાદ સ્થિત એક જ્વેલરી કંપનીએ તેના ૧૨ સીનીયર કર્મચારીઓને તેમના કામની સામે વળતરમાં ગાડીની ભેટ આપી છે. જ્વેલરી રિટેલરે કંપની ૨૦૦ કરોડ રૂપિયાનું ટર્નઓવર હાંસલ કરવાની ઉજવણીના ભાગ રૂપે પોતાના કર્મચારીઓને પ્રથમ વખત આ પ્રકારની ગિફટ આપી રહી છે. જ્વેલરી કંપનીએ કર્મચારીઓને ઠેંફ ૭૦૦ અને ઇનોવા જેવી લક્ઝરી કાર ભેટમાં આપી અનેક વખત, કંપનીના માલિકો તેમના કર્મચારીઓના કામની પ્રશંસા કરવા માટે તેમને સારી ભેટો આપે છે. અમદાવાદની જવેલરી રીટેલર કંપની તરફથી પણ પ્રથમ વખત ૨૦૦ કરોડનું લક્ષ્ય પ્રાપ્ત કરવા બદલ કર્મચારીઓને ઉદારતાથી પુરસ્કારોનું વિતરણ કરવામાં આવ્યું.
આ બાબતે કંપનીના માલિકે જણાવ્યું હતું કે, અમારી કંપની ઘણા સમયથી આ બિઝનેસ સાથે સંકળાયેલી છે. કંપની સાથે સીનીયર કર્મચારીઓ પણ લાંબા સમયથી અમારી સાથે જાેડાયેલા રહ્યા છે. આ કર્મચારીઓની સફળ વ્યૂહ રચના અને અન્યો સાથે તાલમેલ ચલાવી કામ કરતા આજે અમદાવાદમાં અમારા ૭ શો રૂમ ધરાવીએ છીએ. અને એટલે જ અમે ‘અર્ન એન્ડ રીટર્ન‘ના સિદ્ધાંતને અનુસરી કર્મચારીઓને પ્રોત્સાહ મળે માટે આ ર્નિણય કર્યો છે. આગામી સમયમાં પણ ગુજરાતમાં વધુ શો રૂમ ખોલવાની અમારી યોજના છે.

Related Posts