વિકસિત ગુજરાતના વિઝન અને જનકલ્યાણના મિશન સાથેનું સર્વ સમાવેશક ગુજરાતનું બજેટ – સુરેશ પાનસુરીયા

ગૌરવવંતા ગુજરાતના સર્વાંગી અને સમાવેશક વિકાસને ધ્યાનમાં લઈ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના દૂરંદેશી માર્ગદર્શન હેઠળ “અંત્યોદય થી સર્વોદય” ના લક્ષ્ય સાથે માન. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલજીના નેતૃત્વમાં રાજ્ય સરકારના વર્ષ 2025-26 માટે અત્યાર સુધીનું સૌથી મોટું રૂ. 3,70,250 કરોડનું બજેટ પ્રસ્તુત કરવા બદલ માન. નાણાંમંત્રી શ્રી કનુભાઈ દેસાઈ જીનો અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશ પાનસુરીયાએ આભાર વ્યક્ત કર્યો.
આ બજેટ 2025-26માં કૃષિ ક્ષેત્રે થઇ મહત્વની જાહેરાત
ખેડૂતોને વીજ સહાય માટે 10613 કરોડની જોગવાઈ
ખેડૂતોને ટ્રેક્ટર ખરીદી સહાય માટે 800 કરોડની જોગવાઈ
આદિજાતિ – અનુ.જાતિના ખેડૂતો માટે સહાયની જાહેરાત
ફાર્મ મિકેનાઈઝેશન સહાય વધારવા 122 કરોડની જોગવાઈ
વિવિધ ઓજારોની ખરીદીમાં સહાય આપવા 590 કરોડ
ડ્રોન ટેકનોલોજી, સીડ રિપ્લેસમેન્ટ માટે 82 કરોડની જોગવાઈ
નેનો ખાતરના વપરાશને પ્રોત્સાહન આપવા 73 કરોડ
ડિજિટલ ક્રોપ સર્વેની નવી યોજના અંતર્ગત 40 કરોડની જોગવાઈ
આદિજાતિના 53 તાલુકાઓમાં ખેડૂત સુવિધા રથ માટે 19 કરોડ
દાહોદ ખાતે બનશે નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ, પોરબંદર, ભાવનગર, સુરત, વડોદરાના એરપોર્ટનું કરાશે વિસ્તરણ આ માટે કરવામાં આવી ₹210 કરોડની જોગવાઈઘરથી દૂર રહી નોકરી કરતી ની બહેનોને મળશે હોસ્ટેલની સુવિધા સાથે નું બજેટ છે આ તકે અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશ પાનસુરીયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ બજેટ સર્વસમાવેશી, સર્વસ્પર્શી અને સર્વહિતેશી આ બજેટ દરેક વર્ગના માનવીના ઉદ્ધાર સાથે ગુજરાતની પ્રગતિના નવા માર્ગો પ્રશસ્ત સુનિશ્ચિત કરશે.
Recent Comments