fbpx
અમરેલી

દેવરાજીયા મુકામે પશુ સારવાર કેમ્પ યોજાયો વિધાનસભા નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયાની પ્રેરક ઉપસ્થિતિ

અમરેલી જિલ્લા પશુપાલન શાખા તેમજ અમરેલી પશુ દવાખાના દ્વારા તાજેતરમાં, અમરેલી તાલુકાના દેવરાજીયા ખાતે પશુ સારવાર કેમ્પ યોજાયો હતો, આ તકે વિધાનસભા નાયબ મુખ્ય દંડક અને અમરેલી-વડિયા-કુંકાવાવના ધારાસભ્યશ્રી કૌશિકભાઈ વેકરિયા ઉપસ્થિતિ રહ્યા હતા.આ પ્રસંગે નાયબ મુખ્ય દંડકશ્રીએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યુ કે, રાજ્ય સરકાર દ્વારા પશુપાલકો માટે જાહેર કરવામાં આવેલી પશુધન વીમા યોજના ઉપયોગી છે. પશુપાલકોને નજીવી રકમ ભરી પશુઓ માટે વીમો ઉતારી શકે છે અને પ્રિમિયમની બાકી રકમ સરકાર દ્વારા ચૂકવવામાં આવશે તે બાબતો તેમણે પશુપાલકોને જણાવી હતી.

આ તકે પશુપાલન વિભાગની કામગીરીની સમીક્ષા નાયબ મુખ્ય દંડકશ્રી દ્વારા કરવામાં આવી હતી.  અમરેલી જિલ્લા પંચાયત નાયબ પશુપાલન નિયામકશ્રીએ કહ્યુ કે,  અમરેલી તાલુકામાં ૧૨ પશુ આરોગ્ય મેળાનું આયોજન કરી અંદાજે ૧૩ હજાર પશુઓ સહિત જિલ્લામાં ૧૪૪ પશુ આરોગ્ય મેળાનું આયોજન કરી આશરે ૯૯ હજાર પશુઓને પીડામાંથી મુક્તિ મળી છે.દેવરાજીયા ખાતે યોજાયેલા કેમ્પમાં ૩૩ પશુપાલકોના ૯૦૪ પશુઓને વિના મુલ્યે વિવિધ સારવાર, રસીકરણ, તેમજ જરુરી દવા પૂરી પાડવામાં આવી હતી.  આ કેમ્પમાં અમરેલી જિલ્લા નાયબ પશુપાલન નિયામકશ્રી ડૉ.એસ.બી.કનુડીયા, અમરેલી પશુ દવાખાના પશુ ચિકિત્સા અધિકારીશ્રી ડૉ. જી.એસ. ગૌસ્વામી, પશુચિકિત્સા અધિકારીશ્રી ચિતલ ડૉ. એ.એલ.સરવૈયા તેમજ પશુ દવાખાનાના કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા, તેમ અમરેલી પશુ દવાખાના પશુ ચિકિત્સા અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યુ છે.

Follow Me:

Related Posts