ભાવનગર વંદે માતરમ શતાબ્દી વર્ષ પ્રસંગે વર્ષ 2009 થી કાર્યરત શિશુવિહાર બાળ પુસ્તકાલય અંતર્ગત સતત 11 માં વર્ષે શ્રમ નું ગૌરવ વિષય એ બાળચિત્રોનું કેલેન્ડર તૈયાર કરવામાં આવ્યું છે . શહેરની વિવિધ શાળાઓના 250 થી વધુ બાળકો દ્વારા તૈયાર થયેલ ચિત્ર માંથી પસંદ કરેલ ઉત્તમ 12 ચિત્રો માટે પુનઃ વર્કશોપ યોજિને તૈયાર થયેલ કેલેન્ડર નું વિમોચન આગામી તારીખ 17 ડિસેમ્બરે પૂજ્ય મોરારીબાપુ ના વરદ હસ્તે થશે. ચિત્રકાર બાળકોનું પણ અભિનંદન થશે. નવી પેઢી શ્રમ ના હત્વ થી પ્રેરિત રહે તે વિષય વસ્તુને મધ્યસ્થ રાખી તૈયાર થયેલ બાળક કલાકારો ના ચિત્રોનું વર્ષ 2026 નું કેલેન્ડર શાળાઓ માટે અને સંસ્કારી પરિવાર માટે વિચાર પ્રેરનાર બની રહેશે. સમગ્ર ઉપકરણને સાકાર કરનાર ડોક્ટર અશોકભાઈ રમેશભાઈ તથા હીનાબેન નો સંસ્થા આભાર વ્યક્ત કરે છે.
“સર્જનાત્મક અભિગમ” બાળ ચિત્ર સ્પર્ધા માંથી ઉત્તમ ચિત્રો નું આકર્ષક વાર્ષિક કેલેન્ડર મોરારીબાપુ ના હસ્તે વિમોચન થશે


















Recent Comments