fbpx
રાષ્ટ્રીય

કેરળના અલપ્પુઝામાં ઘરમાં આગ લાગવાથી એક વૃદ્ધ દંપતીનું કરૂણ મોત

કેરળના અલપ્પુઝામાં એક હૃદયદ્રાવક ઘટના બની હતી જેમાં વહેલી સવારે એક ઘરમાં આગ લાગી હતી, જેના કારણે એક વૃદ્ધ દંપતીનું કરૂણ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગેની માહિતી મળતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસે મૃતદેહનો કબજાે લઈ મામલાની તપાસ શરૂ કરી છે. આ ઘટનામાં પોલીસે દંપતીના પુત્રની અટકાયત કરી છે, જેના પર ઘરમાં આગ લગાવવાની આશંકા છે.

મીડિયા સૂત્રો અનુસાર, આ ઘટના અલપ્પુઝાના ચેનીથાલા ગામમાં બની હતી. મૃતકોની ઓળખ ૯૬ વર્ષીય રાઘવન અને તેની ૮૬ વર્ષીય પત્ની ભારતી તરીકે થઈ છે. દંપતીના પુત્ર વિજયનને મન્નાર પોલીસે શંકાસ્પદ માનીને તેની અટકાયત કરી છે. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે વિજયનનો તેના માતા-પિતા સાથે મિલકતને લઈને વિવાદ ચાલી રહ્યો હતો.

માહિતી અનુસાર, એક ઓટો ડ્રાઈવરે સૌથી પહેલા આગની જાણ કરી હતી. તેણે સવારે સાડા ત્રણ વાગ્યે આગ જાેઈ. આ પછી સ્થાનિક લોકોએ પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી હતી. માહિતી મળતાની સાથે જ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો અને ઘરની અંદરથી દંપતીના સળગેલા મૃતદેહને બહાર કાઢ્યા. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે આગમાં આખું ઘર બળીને ખાખ થઈ ગયું હતું.

વૃદ્ધ દંપતીનો પુત્ર વિજયન ઘટના સ્થળ નજીકના પ્લોટમાંથી પોલીસના હાથે ઝડપાયો હતો. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને આગ લાગવાનું ચોક્કસ કારણ શોધી રહી છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે વિગતવાર તપાસ બાદ વધુ માહિતી આપવામાં આવશે. હાલમાં વિજયનની પૂછપરછ કરવામાં આવી રહી છે.

Follow Me:

Related Posts