જુનાગઢ ના એચ.બી આર્ટ ક્રિએશન ના હિતેન્દ્ર નાગાણી ના વ્યક્તિગત ચિત્ર પ્રદર્શન (સોલો આર્ટ એકઝીબીશન) પોરબંદર માં તારીખ: ૬ થી ૮ સપ્ટેમ્બર ૨૦૨૫ દરમિયાન પ્રદર્શિત થશે. ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી ના આર્થિક સહયોગ થી રાજ્ય માં વ્યક્તિગત ચિત્ર પ્રદર્શન માં રાજ્ય માંથી અલગ અલગ ગ્રુપ ની અરજીઓ આવેલ હોય જેમાંથી સચિવ શ્રી, લલિતકલા અકાદમી અમદાવાદ દ્વારા પસંદગી સમિતિ એ હિતેન્દ્ર નાગાણીને તેમના સોલો ચિત્ર પ્રદર્શન ને પોરબંદર ની ” મહારાણા શ્રી નટવરસિંહજી આર્ટ ગેલેરી ” ખાતે ની મંજૂરી આપેલ છે.
અગાવ પણ આ કલાકાર દ્વારા ગુજરાત બહાર મુંબઈ ખાતે તથા ગુજરાતમા વડોદરા,અમદાવાદ,રાજકોટ, ભાવનગર, જામનગર,મહુવા વગેરે શહેરોમાં 21 જેટલા સમુહ ચિત્ર પ્રદર્શન કરી ચુકયા છે જેમા છેલ્લે અમદાવાદ માં શ્રી હઠીસિંહ વિઝયુઅલ આર્ટ ગેલેરી ખાતે યોજાયેલ “ગુફા ચિત્રો ” ના પ્રદર્શનોમાં નિર્ણાયકો દ્વારા ટોપ સેવન મા સમાવેશ કરી કેસ પ્રાઇઝ આપી તેમની કલાને બિરદાવવામાં આવેલ . દર્શકો ,કલાના ચાહકો તથા સિનિયર આર્ટીસ્ટો દ્વારા તેમના ચિત્રોની પ્રશંસા થઈ છે. પોરબંદર ખાતે શ્રી મહારાણા નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે તેઓનું આ પ્રથમ સોલો ચિત્ર પ્રદર્શન કરવા જઈ રહ્યા છે આ તકે આપણા સૌ તરફથી તેમની આ કલા યાત્રા અવિરત ચાલુ રહે તે માટે શુભકામનાઓ સાથે અભિનંદન પાઠવીએ છીએ.
Recent Comments