ગુજરાત

પોરબંદર મહારાણાશ્રી નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે યુવા ફોટોગ્રાફર શ્યામ લખાણીના કેમેરાની આંખે કંડારેલ અદભૂત ફોટોગ્રાફ નું પ્રદર્શન યોજાશે

પોરબંદર મહાનગર પાલિકા સંચાલિત મહારાણાશ્રી નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે પોરબંદરના યુવા ફોટોગ્રાફર શ્યામ લખાણીના કેમેરાની આંખે કંડારેલ અદભૂત ફોટોગ્રાફ નું પ્રદર્શન THROUGH MY EYES યોજાશે.આ પ્રદર્શનનું ઉદ્ઘાટન શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા-કેબિનેટ મંત્રીશ્રી ગુજરાત રાજ્ય ના વરદ હસ્તે ખુલ્લું મૂકવામાં આવશે શ્રી એસ.ડી.ધાનાણી-જિલ્લા કલેક્ટર,શ્રી બી.યૂ.જાડેજા -પોલીસ અધિક્ષક પોરબંદર શ્રી એચ.જે.પ્રજાપતિ મ્યુનિસિપલ કમિશનર પોરબંદર મહાનગર પાલિકા તથા શ્રી બાબુભાઈ બોખીરીયા-પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી ગુજરાત રાજ્ય ઉપસ્થિત રહેશે.આ પ્રદર્શન તારીખ: ૨૨ ડિસેમ્બર સુધી ખુલ્લું રહેશે શુભેચ્છક ઈનોવેટિવ આર્ટિસ્ટ ટ્રસ્ટ 

નવરંગ કલા પ્રતિષ્ઠાન આજકાલ  પોરબંદર 

(લલિત કલા અકાદમીના આર્થિક સહાયથી) યોજાનાર કાર્યક્રમ માં કલા રસિકો ને બલરાજ પાડલીયા એ પધારવા અનુરોધ કર્યો છે

Related Posts