ધારી કૃષિ ઉત્પાદક સંસ્થા (FP)નાં પ્રમુખ ભાવના ગોંડલીયાના નેતૃત્વમાં અમરેલી જિલ્લાના ખેડૂતો અને મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે એક નવી પહેલ હાથ ધરવામાં આવી છે. આ પહેલ અંતર્ગત ખેડૂતો દ્વારા ઉત્પાદિત અને સખી મંડળ દ્વારા બનેલી સ્વદેશી ખાદ્ય ચીજવસ્તુઓનો “સ્વદેશી મોલ” અમરેલી ખાતે શરૂ કરાશે. આ મોલનો મુખ્ય હેતુ સ્થાનિક સ્તરે ઉત્પાદિત ખાદ્ય વસ્તુઓને પ્રોત્સાહન આપવાનો છે, જેમ કે ઘરેલું મસાલા, દાળ, તેલ, અથાણા, પાપડ, નાસ્તા વસ્તુઓ, હેન્ડમેડ પ્રોડક્ટ્સ વગેરે મહિલાઓ અને ખેડૂતો તૈયાર કરે છે. આ મોલ મારફતે આ તમામ વસ્તુઓને બજારમાં એક સજ્જ, સ્વદેશી અને વિશ્વસનીય પ્લેટફોર્મ મળશે.આ અંગે પ્રમુખ ભાવના ગોંડલિયાએ જણાવ્યું કે, “આ સ્વદેશી મોલ માત્ર વેપાર માટે નહિ, પરંતુ મહિલાઓની આર્થિક સ્વાવલંબન અને ખેડૂતોની મહેનતને માન આપવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. અમારું લક્ષ્ય ‘સ્થાનિક માટે વોકલ’ બનીને આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવાનો છે.”આ પહેલથી અમરેલી જિલ્લાના ગ્રામ્ય મહિલાઓ અને નાના ખેડૂતોએ પોતાના ઉત્પાદનોને સીધા ગ્રાહકો સુધી પહોંચાડવાની તક મળશે, જેનાથી મધ્યસ્થીઓ પરની નિર્ભરતા ઘટશે અને તેમને યોગ્ય ભાવ મળશે. આ મોલમાં પ્રાકૃતિક, ઓર્ગેનિક પ્રોડક્ટ અને રેગ્યુલર પ્રોડક્ટ વેચાણ માટે મૂકી શકાય છે જેની તમામ વેચાણ વ્યવસ્થા સંસ્થા દ્વારા કરાશે. આ પહેલ અંતર્ગત દરેક ભાગ લેનારાને તાલીમ, માર્કેટિંગ સહાય અને પ્રોડક્ટ ડિસ્પ્લે માટે તક મળશે. વધુ માહિતી માટે સંપર્ક નં. ૯૯૦૪૧ ૪૪૯૧૯.
અમરેલીમાં ખેડૂતો-મહિલાઓ દ્વારા ઉત્પાદિત વસ્તુઓના વેચાણ માટે સ્વદેશી મોલ બનશે


















Recent Comments