અમરેલી

લોકભારતી લોકસેવા મહાવિદ્યાલયમાં યોજાયો ડૉ. નેહલ ત્રિવેદી દ્વારા સાયબર સલામતી જાગૃતિનો નવતર કાર્યક્રમ

આજના ડિજિટલ યુગમાં ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા વિના અભ્યાસ કે વ્યવસાયની કલ્પના અધૂરી છે, પરંતુ તેની સાથે જ સાયબર ઠગાઈ અને નાણાકીય છેતરપિંડીનો ભય પણ વધી રહ્યો છે. ત્યારે KCG દ્વારા કોલેજોમાં વિદ્યાર્થીઓને સાયબર સલામતીના યોદ્ધા બનાવવા માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
આ દિશામાં *લોકભારતી* ખાતે *લોકસેવા મહાવિદ્યાલય*, સાણોસરાએ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે.
કોલેજ ના *આચાર્ય ડૉ. ધીરુભાઈ રાઠોડ* અને *IQAC કો-ઓર્ડિનેટર પ્રા. વિશાલ જોશી* ના માર્ગદર્શન હેઠળ તા. ૨ અને ૩ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ ગ્રામવિધા શાખાના બી.આર.એસ.ના વિદ્યાર્થીઓ માટે બે દિવસીય સાયબર સલામતી જાગૃતિ સેમિનાર તથા તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રથમ દિવસે અત્યાર સુધીમાં *૬૦૦ થી વધુ વિદ્યાર્થીઓ અને સંસ્થા કાર્યકરોને તાલીમ બધ્ધ કરનાર* જાણીતા તાલીમ નિષ્ણાત *ડૉ.નેહલ ત્રિવેદી* એ પાવરપોઇન્ટ દ્વારા સાયબર ગુનાઓના પ્રકારો, તેનાથી બચવાના ઉપાયો અને ડિજિટલ સુરક્ષાના મહત્વ વિશે વિદ્યાર્થીઓને રોચક રીતે સમજાવ્યું. ત્યારબાદ વિદ્યાર્થીઓએ સાયબર ક્રાઇમ પર આધારિત ચાર્ટ, વાર્તાઓ અને નાટક રજૂ કરીને પોતાની સમજ અને સર્જનાત્મકતા દર્શાવી.
બીજા દિવસે ચાર રાઉન્ડની રોમાંચક ક્વિઝ સ્પર્ધાનું આયોજન થયું – ‘આપો જવાબ’, ‘પહેચાનો તો જાણે’, ‘પહેલી બુઝો’ અને ‘રેપિડ ફાયર’. વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો અને પોતાની જાગૃતિનું પ્રદર્શન કર્યું.
કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓને માત્ર પ્રમાણપત્ર જ નહીં, પરંતુ એક મહત્વપૂર્ણ જવાબદારી પણ સોંપવામાં આવી – હવે તેઓ *‘સાયબર સલામતી યોદ્ધા’* તરીકે સણોસરા આસપાસના ગામડાઓમાં શાળા-કોલેજ તથા સમુદાયમાં આ વિષય પર જાગૃતિ ફેલાવશે.

Related Posts