ભાવનગર

તા.૨૧થી ૨૩ જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાશે

વર્ષ ૨૦૨૬માં International Institute for Democracy and Electoral Assistance (International IDEA) ના અધ્યક્ષપદે ભારતની
પસંદગી થઈ છે. જે અન્વયે ભારતના ચૂંટણી પંચ અને India International Institute of Democracy and Election Management
(IIIDEM) દ્વારા ભારતના અધ્યક્ષપદ હેઠળ વિવિધ લક્ષ્યાંકો નક્કી કરવામાં આવેલ છે. આ લક્ષ્યાંકો પૈકી એક કે જેમાં ચૂંટણી પ્રક્રિયાઓને સંબંધિત
વિવિધ વિષયો પર વૈશ્વિક કક્ષાના અહેવાલો બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે સંદર્ભે ભારતના સર્વે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય
નિર્વાચન અધિકારીઓને અલગ-અલગ વિષયો પર રિપોર્ટ તૈયાર કરવાની કામગીરી સોંપવામાં આવી છે. જેમાં મુખ્ય નિર્વાચન અધિકારી, ગુજરાતને
“Transparency of Elections – Political Parties as Concurrent Auditors” વિષય ફાળવવામાં આવ્યો છે. આ માટે ગુજરાત રાજ્યની
અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓ જેવી કે ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી આઇ.આઇ.ટી. ગાંધીનગર પાસેથી તજજ્ઞોની સેવાઓ મેળવવામાં આવી રહી છે.

તા.૨૧થી ૨૩ જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન ભારતના ચૂંટણી પંચ દ્વારા ભારત મંડપમ, નવી દિલ્હી ખાતે એક ઉચ્ચ સ્તરીય આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું
આયોજન કરવામાં આવેલ છે. જેમાં વિવિધ અગ્રણી લોકશાહી દેશોના ડેલિગેશન અને ચૂંટણીની કામગીરીને લગતા તજજ્ઞો ભાગ લેશે. આ સંમેલનમાં
ગુજરાત રાજ્ય તરફથી મુખ્ય નિર્વાચન અધિકારી, અન્ય અધિકારીઓ અને ગુજરાતના તજજ્ઞો પણ ભાગ લેશે જેમાં

  • ડૉ. અવિનાશ ભાગી, ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, ગાંધીનગરના કાયદાના એસોસિયેટ પ્રોફેસર
  • પ્રો. દીપક સિંઘાનિયા, આસિસ્ટન્ટ પ્રોફેસર, હ્યુમેનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સિસ, આઈઆઈટી ગાંધીનગર
  • શ્રી પાર્થ કાપડિયા, વિઝિટિંગ ફેકલ્ટી, પોલિટિકલ સાયન્સ, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી

Related Posts