અમરેલી

અમરેલી જીલ્લા ભાજપના નવનિયુક્ત હોદેદારોની પરિચય બેઠક યોજાઈ

ભારતીય જનતા પાર્ટી અમરેલી જીલ્લા કાર્યાલય ખાતે જીલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણીના અધ્યક્ષ સ્થાને પ્રદેશ મોવડી
મંડળ સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ અમરેલી જીલ્લા ભાજપના નવા વરાયેલા હોદેદારોની પ્રથમ પરિચય બેઠકનું આયોજન કરવામાં આવ્યું
હતું.
આ બેઠકમાં સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય કર્યા બાદ વંદેમાતરમનું સામુહિક ગાન કરવામાં આવ્યું, ત્યારબાદ જીલ્લા ભાજપ મહામંત્રી
રાજુભાઈ ભૂતૈયાએ શાબ્દિક સ્વાગત કર્યું હતું, અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરતા શ્રી અતુલ કાનાણીએ ઉપસ્થિત અપેક્ષિત જીલ્લા ભાજપના
હોદેદારોને આવકારતા પક્ષની સંગઠનની પ્રક્રિયા, આગેવાન તરીકે સામાજિક જવાદારી વગેરે વિષય પર જીણવટભર્યું પ્રવચન આપ્યું હતું.
તાજેતરમાં ગુજરાત પ્રધારેલા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ માન. શ્રી નિતીન નબીનજી તથા પ્રદેશ અધ્યક્ષ માન. શ્રી
જગદીશભાઈ વિશ્વકર્મા દ્વારા ગાંધીનગર ખાતે પ્રેરક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, આગામી માર્ચ મહિનામાં રાજ્યભરમાં પાર્ટીના પ્રશિક્ષણ
વર્ગો યોજવાના હોય, આ વર્ગો કાર્યકર્તા ઘડતર માટે મહત્વના અને પક્ષના ઈતિહાસ તેમજ સંઘર્ષની જાણકારી માટે ખુબ અગત્યના હોય તેના
આયોજન અંગે માહિતી આપવામાં આવી હતી.
જીલ્લા ભાજપના નવનિયુક્ત પદાધિકારીઓ, મીડિયા ટીમ તથા મોરચાના પ્રમુખ, મહામંત્રીઓએ ઉભા થઇ પોતાનો પરિચય
આપતા, જીલ્લાના હોદેદાર તરીકે પોતાની પસંદગી બદલ શીર્ષ નેતૃત્વનો આભાર માની, સોંપેલ જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી સંગઠન
મજબુત કરવા ખાતરી આપી હતી.
જીલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીએ નવનિર્વાચિત જીલ્લા ટીમના હોદેદારોને કેસરિયો ખેસ, ડાયરી અને મોમેન્ટો આપી
અભિવાદન કરતા જણાવ્યું હતું : “હવે આપણી તાકાત વધી છે, સૌ સાથે મળી જીલ્લા સંગઠનને મજબુત બનાવીશું અને વખતો વખત પાર્ટી
તરફથી મળતી સૂચનાનું ચુસ્તપણે પાલન કરીશું.”
આ બેઠકમાં જીલ્લા ભાજપના નવનિયુકત હોદેદારો ઉપપ્રમુખશ્રીઓ મેહુલ ધોરાજીયા, શરદ પંડયા, મનોજ મહીડા, દીપક
વઘાસિયા, ગીતાબેન કારિયા, રમાબેન હીરપરા, દિલીપભાઈ જોષી, ધર્મેન્દ્રગીરી ગૌસ્વામી મહામંત્રીશ્રીઓ મયુરભાઈ માંજરીયા, રાજુભાઈ
ભૂતૈયા મંત્રીશ્રીઓ પ્રવિણ સાવજ, પી.વી. વસાણી, રંજનબેન ડાભી, કોમલબેન બારૈયા, લીલાબેન ભુવા, હીનાબેન નાંઢા, ક્રિષ્નાબેન
મકવાણા કોષાધ્યક્ષશ્રી મહેશભાઈ જાવિયા, કાર્યાલય મંત્રી મહેન્દ્ર ચાવડા, મીડિયા વિભાગના ઇન્ચાર્જ વિપુલ ભટ્ટી, યુવા મોર્ચાના પ્રમુખ
ચેતન ધાનાણી, મહામંત્રીઓ શિવાંગ ત્રિવેદી, રોમીત કોટાડિયા, મહિમા મોરચાના પ્રમુખ અલ્કાબેન ગોંડલિયા, મહામંત્રીઓ નયનાબેન
કાપડિયા, સરોજબેન દેવમુરારી, કિસાન મોરચાના પ્રમુખ મુકેશ ખોખરીયા, મહામંત્રીઓ હરસુર લાખણોત્રા, રણજીત વાળા, બક્ષીપંચ મોરચા
પ્રમુખ સાગર સરવૈયા, મહામંત્રીઓ સંજય લાખાણી, વનરાજ વાળા (ભયલુભાઈ), અનુસુચિત જાતિ મોરચાના પ્રમુખ સંદીપ સોલંકી,
મહામંત્રી ભીખાભાઈ સરવૈયા, લઘુમતીમોરચાના પ્રમુખ રજાક કચરા, મહામંત્રીઓ શબીર મલેક, સમીર કનોજીયા ઉપરાંત જીલ્લા મંડળના
પ્રમુખ, મહામંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા, આ બેઠકનું સંચાલન મહામંત્રી મયુર માંજરીયાએ તેમજ આભાર વિધી ઉપપ્રમુખ મનોજ મહીડાએ
કરી હતી, તેમ જીલ્લા ભાજપ મીડિયા સંયોજક વિપુલ ભટ્ટીએ જણાવ્યું છે.

Related Posts