સરસપુર બાદ વસ્ત્રાલમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના બની હતી જેમાં મહેસુલ વિભાગની ઓફિસ સામે પૂર ઝડપે આવી રહેલી કારના ચાલકે રોડ ક્રોસ કરી રહેલા વૃદ્ધને ટક્કર મારી હતી માથામાં ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી કારના નંબર આધારે વધુ તપાસ હાથ ધરી છે. વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા યુવકે ટ્રાફિક આઇ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા કાર ચાલક સામે ફરિયાદ નોંધાવી છે કે આજે સવારે તેમના ૭૫ વર્ષના વૃદ્ધ પિતા પડોશી સાથે વસ્ત્રાલ રિંગ રોડ ઉપર આવેલી મહેસુલ વિભાગની ઓફિસમાં આધાર કાર્ડમાં સુધારો કરવા માટે જઇ રહ્યા હતા. આ સમયે મહેસુલ વિભાગની કચેરી સામેથી રોડ ક્રોસ કરી રહ્યા હતા આ સમયે પૂર ઝડપે આવી રહેલી કારના વૃદ્ધને ટક્કર મારી હતી માથામાં ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી કારના નંબર આધારે વધુ તપાસ હાથ ધરી છે.
કારની ટક્કરથી રોડ ક્રોસ કરતા વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નીપજ્યું

Recent Comments