fbpx
ગુજરાત

ગોધરામાં ચાલુ કોર્ટે ન્યાયાધીશને લાંચ આપવાનો પ્રયત્ન ક્યોં

ગોધરાની કોર્ટમાં સનસનાટીપૂર્ણ બનાવ શુક્રવારે બન્યો હતો. એક અરજદારે ચાલુ કોર્ટે ન્યાયાધીશને લાંચ આપવાનો પ્રયત્ન કરતાં હોહા મચી ગઈ હતી. પહેલી જ વખત જાહેરમાં ચાલુ કોર્ટમાં આ રીતે કોઈ ન્યાયાધીશને લાંચ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ગોધરાની કોર્ટમાં સનસનાટીપૂર્ણ બનાવ શુક્રવારે બન્યો હતો. એક અરજદારે ચાલુ કોર્ટે ન્યાયાધીશને લાંચ આપવાનો પ્રયત્ન કરતાં હોહા મચી ગઈ હતી. પહેલી જ વખત જાહેરમાં ચાલુ કોર્ટમાં આ રીતે કોઈ ન્યાયાધીશને લાંચ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જજને આ લાંચ બંધ પરબીડિયામાં આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ભાદર સબ ડિવિઝનના રોજીંદા વેતન કર્મચારી બાબુભાઈ ધીરભાઈ સોલંકીએ આજે ગોધરાની લેબર કોર્ટની કાર્યવાહી દરમિયાન જજને બંધ પરબીડિયામાં લાંચ આપવાનો પ્રયાસ કર્યો હતો. આ કેસમાં બાબુભાઈ સોલંકીની ધરપકડ કરી ગોધરા એસીબી ને સોંપવામાં આવી છે.

મૂળ મહીસાગર જિલ્લાના બાબુભાઈ ધીરાભાઈ સોલંકી ભાદર કેનાલ ડિસ્ટ્રીબ્યુશન પેટાવિભાગમાં પાનમ યોજના હેઠળ દૈનિક વેતન કર્મચારી તરીકે ફરજ બજાવતા હતા અને વર્ષ ૨૦૧૮માં કચેરી દ્વારા તેમને નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા હતા. આ મામલે બાબુભાઈએ વર્ષ ૨૦૨૩માં ગોધરાની લેબર કોર્ટમાં પોતાને પુનઃસ્થાપિત કરવા માટે કેસ દાખલ કર્યો હતો. આ કેસની સુનાવણી ચાર-પાંચ વર્ષથી કોર્ટમાં ચાલી રહી હતી. બાબુભાઈ છેલ્લા ચાર-પાંચ દિવસથી આ બાબતે ગોધરાની લેબર કોર્ટમાં આવતા હતા. આજે તેમના કેસની સુનાવણી માટે કોઈ તારીખ ન હોવા છતાં, બાબુભાઈ સવારે લેબર કોર્ટમાં આવ્યા હતા અને કોર્ટની કાર્યવાહી શરૂ થયાના થોડા સમય પછી તેઓ મંચ પર ચડી ગયા હતા અને ન્યાયાધીશને સીલબંધ પરબીડિયું આપવાનો પ્રયાસ કર્યો હતો.

આ સમયે ન્યાયાધીશે બંધ પરબિડીયું લેવાની ના પાડી અને પરબિડીયું ખોલવા કહ્યું અને બાબુભાઈએ પરબિડીયું ખોલ્યું. તે નોટોથી ભરેલી હતી. આ દ્રશ્ય જાેઈ જજ ચોંકી ગયા. ઓપન કોર્ટમાં લાંચની આ પ્રથમ ઘટના હતી. ન્યાયાધીશે તરત જ પોલીસને બોલાવી અને સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરી. પોલીસે બાબુભાઈ સોલંકીની ધરપકડ કરી હતી અને ન્યાયાધીશને લાંચ આપવી એ ગુનો હોવાથી ગોધરા પોલીસે આરોપીને ગોધરા એલસીબીને હવાલે કર્યો હતો. નડિયાદના એક વ્યક્તિના કહેવાથી ૩૫ હજાર રૂપિયા સીલબંધ પરબીડિયામાં મુકવામાં આવ્યા હતા. પંચમહાલ જિલ્લા મજૂર કોર્ટમાં કોર્ટની કાર્યવાહી દરમિયાન સીલબંધ પરબીડિયામાં જજને લાંચ આપવાના પ્રયાસની ફરિયાદ નોંધાતા પોલીસે પરબિડીયુંમાં મૂકેલા નાણાંની ગણતરી કરતાં જાણવા મળ્યું હતું કે, રોજમદાર બાબુભાઈ ધીરાભાઈ સોલંકીએ પરબીડિયામાં રૂ. પોલીસે આ કેસમાં બાબુ સોલંકીની પૂછપરછ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં બાબુ સોલંકીએ પોલીસને જણાવ્યું છે કે તેને નડિયાદના એક વ્યક્તિએ લાંચ આપવાનું કહ્યું હતું. જાે કે આ ગુનામાં કોણ કોણ સંડોવાયેલ છે તે જાણવા પોલીસે હવે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. બાબુ સોલંકીએ કોઈની પાસેથી પૈસા લીધા કે બેંકમાંથી ઉપાડી લીધા વગેરેની પણ તપાસ કરવામાં આવશે. જાે કે કોર્ટ પરિસરમાં એવી ચર્ચા છે કે જજને બદનામ કરવાનું આ કાવતરું છે.

Follow Me:

Related Posts