ગુજરાત

આણંદ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી વિજય બારૈયા, વિધાનસભા સોશિયલ મીડિયા પ્રમુખ વિજય જાેશીએ કોંગ્રેસને અલવિદા કહ્યું

મોટા ભાગની ચૂંટણીઓમાં હાર બાદ પાર્ટીની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. હજુ તો રાહુલ ગાંધીએ ગુજરાતની મુલાકાત લીધી તેના બે દિવસ જ થયા છે, ત્યાં ફરી પાર્ટીમાં ભડકો જાેવા મળ્યો. હકીકતમાં રાહુલ ગાંધીની વિદાયના બે જ દિવસમાં પાર્ટીમાંથી બે રાજીનામાં પડી ગયા છે. આણંદ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી વિજય બારૈયાએ તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. આ સિવાય વિધાનસભા સોશિયલ મીડિયા પ્રમુખ વિજય જાેશીએ પણ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે.
રાહુલ ગાંધીની મુલાકાતના બે દિવસમાં બે રાજીનામાં
નોંધનીય છે કે, બંનેએ રાજીનામું આપતા જણાવ્યું કે, આણંદ જિલ્લા કોંગ્રેસમાં આગળ જવા ક્ષત્રિય હોવું જરૂરી છે. મળતિયાઓને રાહુલ ગાંધીના કાર્યક્રમમાં પ્રવેશ માટે પાસ ફાળવી દેવાયા. સેવાદળના એક કાર્યકરના આખા ઘરને પ્રવેશ પાસ અપાયા છે.
મીડિયા સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ, રાહુલ ગાંધીની વિદાય બાદ કાર્યકરોમાં ભારે અસંતોષ જાેવા મળ્યો હતો. પક્ષમાં ગ્રાઉન્ડ લેવલે કામ કરનારા અનેક નેતા અવગણનાનો આરોપ લગાવી રહ્યા છે. તેમજ પાર્ટીમાં દલાલો અને વેચાયેલા લોકોને વધુ મહત્ત્વ આપવામાં આવે છે તેવું પણ ચર્ચાઈ રહ્યું છે. આ જ કારણસર વિજય બારૈયા અને વિજય જાેશીએ રાજીનામાં આપ્યાનું કહેવાય છે.

Related Posts