આજ રોજ ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા અતુલભાઈ કાનાણી ની અમરેલી જીલ્લા ભાજપ પ્રમુખશ્રી તરીકે વરણીની જાહેરાત કરવામાં આવેલ હતી. શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી પદ ગ્રહણ કરાવવામાં આવેલ હતું. જેમાં ઝો ક્લસ્ટર પ્રભારીશ્રી રાજેશભાઈ ચુડાસમા સાંસદશ્રી જુનાગઢ, સંગઠન પર્વ ચુંટણી અધિકારી શ્રી રાજુભાઈ શુક્લ, સહ ચુંટણી અધિકારીશ્રી રાજુભાઈ બાંભણીયા,સ્થાનિક ચુંટણી અધિકારીશ્રી રવુભાઇ ખુમાણ, જીલ્લા સંગઠન પ્રભારીશ્રી ડૉ. ભરતભાઈ બોઘરા સહીત પ્રમુખના નામની જાહેરાત અંગે દરખાસ્ત રાજેશભાઈ કાબરીયા એ કરી હતી જેને ભરતભાઈ સુતરીયા, નારણભાઈ કાછડિયા,ભુપેન્દ્રભાઈ બસીયા,મેહુલભાઈ ધોરાજીયા,પીઠાભાઈ નકુમ અને રેખાબેન માવદીયા તથા સૌ આગેવાનોએ ટેકો જાહેર કરેલ હતો
તેમજ જીલ્લા ભાજપના હોદેદારશ્રીઓ રામભાઈ સાનેપરા,મગનભાઈ કાનાણી , શરદભાઈ પંડયા , સુરેશભાઈ પાનસુરીયા , રંજનબેન ડાભી , વંદનાબેન મહેતા , અમરીશભાઈ જોશી , દીપકભાઈ વઘાસીયા , મનોજભાઈ મહીડા , યોગેશભાઈ બારૈયા તેમજ જીલ્લા ભાજપના પૂર્વ પ્રમુખશ્રી શરદભાઈ લાખાણી અને પ્રદેશ બક્ષીપંચ મોરચાના મંત્રીશ્રી મયુરભાઈ માંજરીયા અને જીલ્લા ભાજપ મોરચાના પ્રમુખ/મહામંત્રીશ્રીઓ રાજુભાઈભૂતૈયા , કેશુભાઈ વાઘેલા , ચેતનભાઈ શિયાળ , સંદીપભાઈ સોલંકી ,મૌલિકભાઈ ઉપાધ્યાય , રમાબેન હીરપરા , પરેશભાઈ પટ્ટણી , સુરેશભાઈ ગમારા તેમજ જીલ્લા ભરમાંથી મંડલ પક્ષના પ્રમુખશ્રીઓ , મંડલ પ્રતિનિધિ શ્રીઓ , જીલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ તેમજ તાલુકા પંચાયત અને નગરપાલિકા ના પ્રમુખ,ઉપપ્રમુખ અને કરોબોરી ચેરમેનશ્રીઓ તેમજ સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ આગેવાનશ્રીઓ તેમજ પૂર્વ હોદેદારો સહીત બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમ જીલ્લા ભાજપ કાર્યાલય મંત્રીશ્રી મહેન્દ્ર ચાવડાની અખબાર યાદીમાં જણાવેલ હતું.
Recent Comments