પ્રયાગરાજ મહાકુંભમેળામાં પ્રાણી પંખીઓ

પ્રયાગરાજ મહાકુંભમેળામાં ભાવિકજનો સાથે પ્રાણી પંખીઓ પણ જોડાયાં સંગમસ્થાન સાથે પૂરા કુંભક્ષેત્રમાં સાધુ સંતો સાથે અબોલ જીવોએ લીધો લાભઈશ્વરિયા રવિવાર તા.૯-૨-૨૦૨૫( મૂકેશ પંડિત દ્વારા )પ્રયાગરાજ મહાકુંભમેળામાં ભાવિકજનો સાથે પ્રાણી પંખીઓ પણ જોડાયાં છે. સંગમસ્થાન સાથે પૂરા કુંભક્ષેત્રમાં સાધુ સંતો સાથે અબોલ જીવોએ લાભ લીધો છે.એક એક જીવ અને એક એક કણ ઈશ્વરનું જ સર્જન છે, ત્યારે મહાકુંભમેળામાં પણ અખાડા અને સાધુ સંતોનાં સ્નાન સાથે શ્રદ્ધાળુઓ તો જોડાયાં જ છે, આ ભાવિકજનો સાથે પ્રાણી પંખીઓ પણ જોડાયાં છે. અમૃત સ્નાનમાં સાધુ સાથે શ્વાન પણ સ્નાન કરે, તો કુંભક્ષેત્રમાં કોઈ સાધુ સાથે વાનર પણ યાત્રા કરે. અંહિયા હાથી અને સાધુઓ પણ છે, તો સ્નાન વેળાએ અને સુરક્ષામાં અશ્વો પણ છે. વહેલી સવાર કે સાંજ સતત વિવિધ પંખીઓ પણ ગંગા યમુનાનાં વિશાળ વહેણ સાથે દર્શન લાભ સાથે વિચરણ કરતાં હોય તેમ લાગે. સનાતન શાસ્ત્રોમાં આપણાં ભગવાન પણ પોતાનાં વાહન તરીકે પંખી અને પ્રાણી રાખે છે, ત્યારે આ કુંભમેળામાં સંગમસ્થાન સાથે પૂરા કુંભક્ષેત્રમાં સાધુ સંતો સાથે અબોલ જીવોએ લાભ લીધો છે.
Recent Comments