વસંતોત્સવના સપ્ત રંગે, ખીલી છે આજ ફૂલવાડી,
યાદોના સથવારે લખાશે જાણે આ કોલેજની અજબ કહાની
—“પાંધી સર”-
શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી વી.ડી. કાણકિયા આર્ટ્સ અને શ્રી એમ.આર. સંઘવી કોમર્સ કોલેજ ખાતે ગત સોમવાર, બીજી માર્ચ ૨૦૨૬ના રોજ ૫૫ મો વાર્ષિકોત્સવ “વસંતોત્સવ” અત્યંત ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે શિક્ષણ, રમત-ગમત અને સાંસ્કૃતિક ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં માનવ મંદિરના પૂજ્ય ભક્તિરામ બાપુએ આશીર્વચન પાઠવ્યા હતા. ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા સાવરકુંડલાને ટૂંક સમયમાં સાયન્સ કોલેજ અપાવવાનું વચન આપ્યું હતું. આ ઉપરાંત નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, ડો. દીપકભાઈ શેઠ, માર્કેટિંગ યાર્ડના ચેરમેન દીપકભાઈ માલાણી સહિતના અગ્રણીઓ અને ટ્રસ્ટીગણ ઉપસ્થિત રહ્યા હતા.
કોલેજનું ગૌરવ વધારનાર ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને આર્મીમેન રઘુભાઈ મુંધવા તથા શ્રી અર્જુનભાઈ લલાડીયાનું ભવ્ય સન્માન કરાયું હતું. સાથે જ એન.સી.સી.માં કેપ્ટન તરીકે બઢતી મેળવનાર ડો. એલ.એલ. ચૌહાણ અને સેવાકીય પ્રદાન બદલ ડૉ. હાર્દિક ઉદેશીને બિરદાવવામાં આવ્યા હતા.
આચાર્ય ડો. એસ.સી. રવિયાના માર્ગદર્શન હેઠળ સમગ્ર સ્ટાફ અને NCC-NSS ના વિદ્યાર્થીઓએ ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓએ ભોજનનો આસ્વાદ માણી રાસ-ગરબાની રમઝટ બોલાવી કોલેજકાળની યાદો તાજી કરી હતી..સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે કોલેજના પ્રિન્સિપાલ ડો. રવિયા સાહેબ ટ્રસ્ટી ગણ મુકુંદભાઈ નાગ્રેચા, કનુભાઈ ગેડીયા, વિનુભાઈ રાવળ, જયંતિભાઈ વાટલીયાના માર્ગદર્શન હેઠળ કોલેજના તમામ કર્મચારીઓ ગણે ભારે જહેમત ઉઠાવી હતી


















Recent Comments