ભાવનગરમાં પ્રી-કન્સેપ્શન એન્ડ પ્રિ-નેટલ ડાયગ્નોસ્ટીક ટેકનીક અંતર્ગત રજીસ્ટર્ડ થયેલા તમામ ક્લીનીક ઉપર સીસીટીવી કેમેરા લગાવવા અને તેનો ડેટા ત્રણ માસ સુધી જાળવી રાખવા અંગેનું જાહેરનામું

સમાજમાં દિકરીઓની સંખ્યા ઘટતી જતી હોવાની બાબત ધ્યાને લઈ ભાવનગર જિલ્લામાં જે.પી.સી.એન્ડ પી.એન.ડી.ટી.એક્ટ અંતર્ગત રજીસ્ટર્ડ ક્લીનીક ખાતે સી.સી.ટી.વી કેમેરા મુકવા અંગે જિલ્લા એડવાઈઝરી કમીટીની મીટીંગમાં સુચના અન્વયે ભાવનગરનાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એન.ડી.ગોવાણીએ તેમને મળેલી સત્તાની રૂએ ભાવનગર શહેર અને જિલ્લાના સમગ્ર વિસ્તારમાં પ્રી-કન્સેપ્શન એન્ડ પ્રિ-નેટલ ડાયગ્નોસ્ટીક ટેકનીક અંતર્ગત રજીસ્ટર્ડ થયેલા તમામ ક્લીનીક ઉપર સીસીટીવી કેમેરા લગાવવા અને તેનો ડેટા ત્રણ માસ સુધી જાળવી રાખવાનો રહેશે.
આ જાહેરનામું પ્રસિધ્ધ થયાની તારીખથી દિન-૬૦ સુધી અમલમાં રહેશે.આ જાહેરનામાનો અમલ જિલ્લા એપ્રોપ્રીએટ ઓથોરીટી (પીસી એન્ડ પીએનડીટી) અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી,જિલ્લા પંચાયત, ભાવનગરએ કરાવવાનો રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.આ જાહેરનામાના ભંગ બદલ ધારાસર ફરીયાદ કરવા માટે જિલ્લા એપ્રોપ્રીએટ ઓથોરીટી (પીસી એન્ડ પીએનડીટી) અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, જિલ્લા પંચાયત, ભાવનગરને અધિકૃત કરવામાં આવ્યાં છે.
Recent Comments