ભાવનગર

ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબ તથા મણારનો યોજાશે વાર્ષિકોત્સવ

ગોહિલવાડનાં ગૌરવરૂપ ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલા તથા મણારનો વાર્ષિકોત્સવ યોજાશે. આંબલામાં યોજાનાર આ સંયુક્ત વાર્ષિકોત્સવમાં શિક્ષણવિદ્ શ્રી જયેન્દ્રસિંહ જાદવનું ઉદ્બોધન રહેશે.

સમગ્ર રાષ્ટ્ર માટે વિરાસત અને ગોહિલવાડનાં ગૌરવરૂપ ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલામાં શુક્રવાર તા. ૯ના વાર્ષિકોત્સવ યોજાનાર છે.
આ પ્રસંગે લેખક અને શિક્ષણવિદ્ શ્રી જયેન્દ્રસિંહ જાદવનું ઉદ્બોધન રહેશે. આ ઉપક્રમ માટે સંસ્થા પરિવારમાં ઉત્સાહ રહેલો છે.

ગ્રામદક્ષિણામૂર્તિ પરિવારનાં વડા શ્રી અરુણભાઈ દવે, શ્રી પ્રશાંતભાઈ ભટ્ટ અને નિયામક શ્રી મેહુલભાઈ ભટ્ટના માર્ગદર્શન સાથે આંબલા તથા મણારનો આ સંયુક્ત વાર્ષિકોત્સવ યોજાશે, જેમાં કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓ આયોજનમાં રહ્યાં છે.

Related Posts