ભાવનગર

લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં આગામી ગુરુવારે યોજાશે વાર્ષિકોત્સવ

શ્રી નાનાભાઈ ભટ્ટ સ્મારક વ્યાખ્યાન આપશે વિચારક વક્તા શ્રી જય વસાવડા

ઈશ્વરિયા શુક્રવાર તા.૧૨-૧૨-૨૦૨૫

લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં આગામી ગુરુવારે વાર્ષિકોત્સવ યોજાશે. અહીંયા
શ્રી નાનાભાઈ ભટ્ટ સ્મારક વ્યાખ્યાન વિચારક વક્તા શ્રી જય વસાવડા આપશે.

ગોહિલવાડની સુપ્રસિધ્ધ કેળવણી સંસ્થા લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં આગામી ગુરુવારે એટલે માગશર વદ ચૌદશ તા.૧૮ના વાર્ષિકોત્સવ અને વ્યાખ્યાન કાર્યક્રમ યોજાનાર છે.

સંસ્થાના વાર્ષિકોત્સવ સાથે શ્રી નાનાભાઈ ભટ્ટ સ્મારક વ્યાખ્યાનમાળાના ત્રેસઠમા મણકાના બે વ્યાખ્યાન યોજાશે, જે જાણીતા વિચારક વક્તા અને કટાર લેખક શ્રી જય વસાવડા ‘જીવન જીવવાની કળા’ સંદર્ભે આપશે.

Related Posts