કુંકાવાવ તાલુકા સેવા સહકારી મંડળી, વાવડી રોડ સેવા સહકારી મંડળી વાર્ષિક સાધારણ સભા તા.૨૫/૦૫/૨૦૨૫ ના રોજ ૦૪:૩૦ કલાકે અને ૦૫:૩૦ કલાકે મળેલી.વાવડી રોડ સેવા સહકારી મંડળીનું કાર્યક્ષેત્ર પુરા તાલુકાનું કાર્યક્ષેત્ર બન્યું હોય, જુથ મંડળીના સભાસદોએ આનંદ વ્યક્ત કર્યો હતો. મંડળીની સતત પ્રગતિ અંગે બંને સંસ્થાના પ્રમુખશ્રી વિરજીભાઇ ઠુંમરે જણાવ્યું હતું કે, ૧૯૮૮ ના આ મંડળીના પ્રમુખ તરીકે ૫ (પાંચ) ગામના સભાસદોએ મને બેસાડી સતત સહકાર આપ્યો તેનો હું આભારી છું. આ સેવા સહકારી મડળીને જિલ્લાની પ્રથમ મંડળી બનાવવા કરેલા પ્રયાસો સફળ બનાવવામાં વ્ય. કમિટીના સભ્યોનો સહકાર અને સભાસદોના પ્રયાસો સહકારનું હું નોંધ લવ છું. ૨૦% ડીવીડ જાહેર કરી સભાસદોના રોકેલા નાણા ને પુરતું વળતર મળી રહે, સભાસદોને સમયસર ડીએપી પાયાનું ખાતર અને યુરીયાની મુશ્કેલી ન પડે તેના માટે પણ સતત પ્રયાસો કર્યા છે અને તેમાં મોટાભાગે સફળતા પણ પ્રાપ્ત થઈ છે. મંડળીનું ધિરાણ લેતા કોઇ સભાસદ મૃત્યું પામે તો ૩૦,૦૦૦/- જેવી રકમ આપી તેની અંતિમક્રિયા ની તેમ ની તેમના કુંટુંબ ઉપર બોજો ન પડે તેના માટે પણ મંડળો તરફથી કાળજી લેવાય છે. કુંકાવાવ તાલુકા સેવા સહકારી મંડળીની પણ સફળતા તાલુકાનાં સભાસદોએ હર્ષ સાથે વધાવી હતી. ૧૮% જેવી માતબર રકમ આપી શેરમાં રોકાણ કરેલ સભાસદોને માતબર વળતર તેમજ ભેટ આપવા માટેના સહકારી કાયદાના નિયમો પ્રમાણે મંડળી સતત પ્રયાસો કર્યા છે તેમશ્રી વિરજીભાઇ ઠુંમરે જણાવ્યુ હતું.આ તકે જિલ્લા પંચાયતના પુર્વ પ્રમુખ, પ્રદેશના મહિલા અગ્રણી અને ખોડલધામ જેમને તાજેતરમાં મહત્વની જવાબદારી મળી છે તેવા બહેનશ્રી જેનીબેન ઠુંમરે સહકારી કાયદાની શરૂઆત અને તેમાં લાભાલાભ માટે પુરતા સભાસદોને જે મહિલા સભ્યો છે તેમને આવી વાર્ષિક સામાન્ય સભામાં હાજર રહેવા આહવાન કર્યું હતું. તમારા પુત્રો-પપુત્રો ને સહકાર શું છે? અને તેનો ખેડુતોને શું લાભ મળી રહ્યો છે ? તેના માટે પણ માર્ગદર્શન આપવું જોઇએ અને આવી બેઠકોમાં તેઓને પણ ભાગ લેતા કરવા જોઇએ તેમ જણાવ્યું હતું. આપના વારસો બહાર હોય તો પણ ખેતી શું છે? તેનું માર્ગદર્શન પુરૂ પાડવું જોઇએ તેમ જણાવ્યું હતું.
તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ શ્રી રવજીભાઈ પાનસુરીયા એ તાલુકા સંઘ સતત ખેડુતો માટે પ્રયાસ કરી રહ્યાં છે તે અંગે માહિતી આપી હતી. તાલુકા ખરીદ વેચાણ સંઘનું નવું મકાન બની રહ્યું છે તે સહકારી દેશના ટોચના અગ્રણી શ્રી દિલીપભાઇ સંઘાણી હસ્તે તા.૨૭/૦૫/૨૦૨૫ ના રોજ ખાતમુહુર્ત રાખવામાં આવેલ હોય તેમાં ઉપસ્થિત રહેવા આહવાન કર્યુ હતું.ઇફકોના ડેલીગેટ શ્રી રવજીભાઇ પાઘડાળ બી.કોમ. સ્નાતક થયા બાદ પણ ગામડામાં રહેવાનું પસંદ કરી સહકારી પ્રવૃતિ તેમજ હાઇસ્કુલ સ્થાપીને માત્ર ગામને મદદરૂપ બનવાના પ્રયાસો કર્યા છે તે અંગે માહિતી આપી હતી.મંડળીના સીનીયર ડાયરેકટર શ્રી ગોબરભાઇ ઠુંમરે, વિરજીભાઇ ઠુંમરે એ બંને મંડળી અને સંઘની પ્રગતિમાં જે મહત્વનો ફાળો આપ્યો છે તે આજીવન મંડળી માટે કાર્ય કરતા રહેશે અને મંડળીને હજુ પણ આગળ વધારો તેમજ આ ગામના કાર્યક્ષેત્રમાં આવતા સભાસદો મંડળીમાંથી જ ખાતર ખરીદે તેવી અપીલ કરી હતી. મંડળીના કાર્યમાં સુધારા-વધારા અંગે ભાયાવદર ગામનાં સરપંચશ્રી મંડળીના કમિટી સભ્ય શ્રી સુરેશભાઇ કાછડીયા એ સુચનો કર્યા હતાં. આ તકે વિશાળ સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યાં હતાં. તેમ શ્રી પ્રવિણભાઇ દેવમુરારી અને મનિષભાઇ ભેસાણીયા ની યાદીમાં જણાવ્યું હતું.


















Recent Comments