અમેરિકાના કોલોરાડોના બોલ્ડર ખાતે ગાઝામાં ઇઝરાયલી બંધકો માટેની એક રેલી દરમિયાન પાર્ક સ્ટ્રીટ મોલમાં “લક્ષિત આતંકવાદી હુમલો” કરવામાં આવ્યો હતો, જેમાં ઓછામાં ઓછા છ લોકો દાઝી ગયા હતા. એક અધિકારીએ જણાવ્યું હતું કે શંકાસ્પદે હુમલા દરમિયાન કામચલાઉ ફ્લેમથ્રોવરનો ઉપયોગ કર્યો હતો અને “ફ્રી પેલેસ્ટાઇન” ના નારા લગાવ્યા હતા. હ્લમ્ૈં (ફેડરલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન) ડિરેક્ટરે તાત્કાલિક તેને આતંકવાદી કૃત્ય ગણાવ્યું હતું અને કહ્યું હતું કે ફેડરલ એજન્ટો ઘટનાસ્થળે સ્થાનિક કાયદા અમલીકરણ સાથે જાેડાયા છે.
ડેનવર ફિલ્ડ ઓફિસના ઇન્ચાર્જ સ્પેશિયલ એજન્ટ માર્ક મિશેલેકે જણાવ્યું હતું કે, જે શંકાસ્પદને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે તેની ઓળખ ૪૫ વર્ષીય મોહમ્મદ સબરી સોલિમાન તરીકે થઈ છે.
આ ઘટના બોલ્ડરના ડાઉનટાઉનમાં આવેલા જાણીતા પર્લ સ્ટ્રીટ પેડેસ્ટ્રિયન મોલમાં બની હતી, જે ચાર બ્લોકનો વિસ્તાર છે જ્યાં રન ફોર ધેર લાઈવ્સ નામના સ્વયંસેવક જૂથના પ્રદર્શનકારીઓ એકઠા થયા હતા. ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે, ગાઝામાં હજુ પણ બંધકોને રાખવામાં આવ્યા છે તે અંગે જાગૃતિ લાવવા માટે આ જૂથ કૂચ કરી રહ્યું હતું.
હુમલા સ્થળ પરના વીડિયોમાં એક સાક્ષી બૂમ પાડતો દેખાય છે, “તે ત્યાં જ છે. તે મોલોટોવ કોકટેલ ફેંકી રહ્યો છે.” એક પોલીસ અધિકારી તેની બંદૂક ખેંચીને બંને હાથમાં કન્ટેનર સાથે ખુલ્લા છાતીવાળા શંકાસ્પદ પર આગળ વધતો જાેવા મળ્યો.
જાેકે તાત્કાલિક કોઈ આરોપ જાહેર કરવામાં આવ્યા ન હતા, અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓ ૪૫ વર્ષીય વ્યક્તિને “સંપૂર્ણ રીતે જવાબદાર” ઠેરવવાની અપેક્ષા રાખે છે. હુમલા દરમિયાન ઘાયલ થયેલા સોલિમાનને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જાેકે અધિકારીઓએ તેમની ઇજાઓ વિશે વિગતો આપી ન હતી.
હ્લમ્ૈં હુમલાને આતંકવાદ તરીકે તપાસ કરી રહ્યું છે
વોશિંગ્ટનમાં હ્લમ્ૈં અધિકારીઓએ પુષ્ટિ આપી છે કે તેઓ બોલ્ડર હુમલાને આતંકવાદી કૃત્ય તરીકે ગણી રહ્યા છે. ન્યાય વિભાગે આ હુમલાને “હિંસાનું બિનજરૂરી કૃત્ય” ગણાવીને વખોડી કાઢ્યું છે, અને નોંધ્યું છે કે તે યહૂદી અમેરિકનોને લક્ષ્ય બનાવીને કરવામાં આવતા હુમલાઓમાં વધારો વચ્ચે આવ્યું છે.
હ્લમ્ૈં ડિરેક્ટર કાશ પટેલે ઠ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “અમે કોલોરાડોના બોલ્ડરમાં લક્ષિત આતંકવાદી હુમલાથી વાકેફ છીએ અને તેની સંપૂર્ણ તપાસ કરી રહ્યા છીએ. અમારા એજન્ટો અને સ્થાનિક કાયદા અમલીકરણ પહેલાથી જ ઘટનાસ્થળે છે, અને વધુ માહિતી ઉપલબ્ધ થતાં અમે અપડેટ્સ શેર કરીશું.”
અમેરિકામાં યહૂદીઓના કાર્યક્રમમાં ફરી હુમલો, કોલોરાડોમાં ફ્લેમથ્રોવર હુમલામાં અનેક લોકો ઘાયલ થયા, FBI એ તેને ‘લક્ષિત આતંકવાદી‘ ગણાવ્યો

Recent Comments