યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (ેંઁજીઝ્ર) દ્વારા સિવિલ સર્વિસીસ પરીક્ષા (ઝ્રજીઈ) ૨૦૨૪ નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં શક્તિ દુબેએ પ્રથમ સ્થાન મેળવ્યું છે અને બીજા ક્રમે હર્ષિતા ગોયલ ગુજરાતનાં વડોદરાની રહેવાસી છે. આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ ૧૧૨૯ ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. આમાં ભારતીય વહીવટી સેવા (ૈંછજી) ની ૧૮૦ જગ્યાઓ, ભારતીય વિદેશ સેવા (ૈંહ્લજી) ની ૫૫ જગ્યાઓ અને ભારતીય પોલીસ સેવા (ૈંઁજી) ની ૧૪૭ જગ્યાઓનો સમાવેશ થાય છે.
ેંઁજીઝ્ર ટોપર શક્તિ દુબે, જે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના રહેવાસી છે. તાજેતરમાં, એક મોક ઇન્ટરવ્યુ દરમિયાન તેણે ચહલે એકેડેમીને જણાવ્યું કે તેણે અલ્હાબાદ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. આ પછી, તેમણે બનારસ યુનિવર્સિટીમાંથી અનુસ્નાતકનો અભ્યાસ કર્યો અને ત્યાં બાયોકેમિસ્ટ્રીમાં અભ્યાસ કર્યો. શક્તિએ ૨૦૧૮ માં ેંઁજીઝ્ર ની તૈયારી શરૂ કરી હતી અને હવે તેની મહેનત સફળ થઈ છે. બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં બાયોકેમિસ્ટ્રીના અભ્યાસ બાદ તેણે યુપીએસસીની તૈયારીઓ શરૂ કરી હતી. પરીક્ષાર્થીઓના માર્ક્સ રિઝલ્ટની જાહેરાતના આશરે ૧૫ દિવસ બાદ કરવામાં આવશે. ૧૭ એપ્રિલ, ૨૦૨૫ સુધી યુપીએસસી ઝ્રજીઈના ઈન્ટરવ્યૂ ચાલ્યા હતા. ઈન્ટરવ્યૂ રાઉન્ડની શરૂઆત ૭ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ થઈ હતી. યુપીએસસીએ ઝ્રજીઈ ૨૦૨૪ હેઠળ ૈંછજી, ૈંઁજી, ૈંહ્લજી સહિતની સેવાઓ માટે ૧૧૩૨ પદ માટે ભરતી યોજી હતી.
ભારતમાં બીજાે ક્રમ મેળવનાર હર્ષિતા ગોયલ વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેતી હર્ષિતા ગોયલ યુપીએસસી માટે અમદાવાદની સ્પીપામાં તૈયારી કરી હતી. એક ઇન્ટરવ્યૂમા તેણે કહ્યું હતું કે રિઝલ્ટ જાહેર થયા પછી મને વિશ્વાસ નહોતો થતો કે મને આખા ભારતમાં બીજાે ક્રમ મળ્યો છે. મારા પરિવારનું નામ રોશન કરવાનો મને ગર્વ છે.
તેણે કહ્યું હતું કે મેં જ્યારે સીએની ડીગ્રી લીધી ત્યાં સુધી યુપીએસસી પરીક્ષા અંગે વિચાર્યું ન હતું. એ પછી મારા પિતાની પ્રેરણાથી મેં સિવિલ સર્વિસનો અભ્યાસ કરવાનો નક્કી કર્યું હતું. પરીક્ષામાં સફળતા માટે સાતત્યપૂર્ણ તૈયારી જરૂરી છે. ક્યારેક એવો સમય પણ આવતો હોય છે કે જ્યારે વાંચવાનું મન ના થાય. તે વખતે આત્મવિશ્વાસ અને મનોબળ જરૂરી હોય છે. બીજાનું અનુકરણ કરવાનો કે તેની પાછળ ભાગવાનો કોઈ અર્થ નથી તમારે તમારા મનની વાત સાંભળવી જાેઈએ.
હર્ષિતાએ કહ્યું હતું કે મેં સોશિયલ મીડિયા બંધ નહોતું કર્યું. એવું નથી કે સોશિયલ મીડિયા મૂકતાં જ કરે છે તેના પર ઉપયોગી માહિતી પણ ઉપલબ્ધ હોય છે અવાજે એક એકાઉન્ટના કારણે મને પ્રિલિમ પરીક્ષામાં મદદ મળી હતી. તમારું જાે તમારા મન પર નિયંત્રણ હોય તો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવામાં વાંધો નથી પણ જાે તમે એવું લાગતું હોય કે સોશિયલ મીડિયા ધ્યાન ભટકાવે છે તો તેનો ઉપયોગ ના કરો.
મહત્વનું છે કે, યુપીએસસીની આ વખતની પરીક્ષામાં ટોપ-૩૦માં ત્રણ ગુજરાતીએ બાજી મારી છે. તેમાં પણ ટોપ-૫માં બે ગુજરાતી મહિલા સામેલ છે. આ યાદીમાં બીજા ક્રમે હર્ષિતા ગોયલ, ચોથા ક્રમે શાહ માર્ગી આવી છે. જ્યારે ૩૦માં ક્રમે પંચાલ સ્મિત રહ્યો છે. કુલ ૧૦૦૯ ઉમેદવારો ેંઁજીઝ્ર પાસ થયા છે.
દિવ્યાંગ શ્રેણીમાંથી ૪૫ ઉમેદવારોની પસંદગી, આ વખતે, ઁુમ્ડ્ઢ શ્રેણી હેઠળ કુલ ૪૫ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે, જેમાંથી ૧૨ ઁુમ્ડ્ઢ-૧ (દૃષ્ટિહીન), ૮ ઁુમ્ડ્ઢ-૨ (શ્રવણહીન), ૧૬ ઁુમ્ડ્ઢ-૩ (ગતિશીલતા ક્ષતિ) અને ૯ ઁુમ્ડ્ઢ-૫ (અન્ય વિકલાંગતા) છે. આ પરિણામ માત્ર એક સફળતાની વાર્તા નથી પણ વિવિધતા અને સમાવેશ તરફ એક સકારાત્મક સંકેત પણ છે. પસંદ થયેલા તમામ ઉમેદવારોને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ.
ગુજરાતની વધુ એક દીકરીએ રાષ્ટ્રીય કક્ષાએ રાજ્યનું નામ ચમકાવ્યું

Recent Comments