એક સપ્તાહ પહેલા અમરેલીનાજાફરાબાદ બંદરથી મધ દરિયામાં ભારે તોફાન જોવા મળ્યું હતું. તેમાં 3 જેટલી બોટ 11 જેટલા ખલાસીઓ સાથે પલટી હતી. પરંતુ તેમાંથી 3 માછીમારોના મૃતદેહ મળ્યા છે. જ્યારે 8 જેટલા ખલાસીઓ હજુ પણ લાપતા છે.
મળતી માહિતી મુજબ, જયશ્રી તાત્કાલિક બોટના માછીમાર હરેશબારૈયા (રહે. વાસી-બોરસી, જલાલપુર, નવસારી)નો મૃતદેહ દરિયા કિનારેથી મળી આવ્યો છે.
આ દુર્ઘટના બાદ શરૂ થયેલી શોધખોળ દરમિયાન શુક્રવારે હરેશબારૈયાનો મૃતદેહ મળી આવતા તેમના પરિવારમાં શોક છવાઈ ગયો છે. મૃતદેહનેપોસ્ટમોર્ટમ અને ઓળખની કાર્યવાહી માટે જલાલપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
હજુ પણ 8 માછીમારો લાપતા છે, જેમની શોધખોળ કોસ્ટગાર્ડની ટીમ અને સ્થાનિક માછીમારો દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવી છે. કોસ્ટગાર્ડની ટીમ સાથે હવે માછીમારોની10 બોટ પણ આ શોધખોળમાં જોડાઈ છે. ઉલ્લેખનીય છે કે, ભારે વરસાદ અને ખરાબ હવામાનને કારણે મૃતદેહોશોધવામાં તકલીફ પડી રહી છે.
Recent Comments