અમરેલી

દામનગર ને ફરી એક વધુ અન્યાય રાજ્ય સરકારે જાહેર કરેલ નવા તાલુકા ઓમાં દામનગર પંથક બાકાત

દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માંથી અવાર નવાર તાલુકા ની ઉઠતી માંગ પછી પણ દામનગર હળહળતો અન્યાય કેમ ? સ્થાનિક સંગઠનો ગ્રામ્ય ના સરપંચો સામાજિક સંસ્થા ઓની માંગ પછી દામનગર ને નવા જાહેર થયેલ તાલુકા ઓમાં બાકાત રાખી ફરી એક વધુ અન્યાય કેમ ? દામનગર પંથક ની પ્રજા સાથે કેટલા વર્ષ વિશ્વાસ ઘાત કરાશે ? હવે દામનગર પંથક ની જનતા એ પણ જાગવા ની જરૂર જે નેતા ઓની આગળ પાછળ આગતા સ્વાગત કરી મોટા ભા બનાવી ફરતા સ્થાનિક નેતા ઓએ વિચારવું જોઈ એ દામનગર ની આટલી બધી અવગણના કરતા અને રાજ્ય સરકાર માં સીધું પ્રતિનિધિત્વ કરતા નેતા પોતા ને અવિચળ સમજી દામનગર ની ધોર ઉપેક્ષા ક્યાં સુધી સહન કરશે ? અનેક આંદોલનો માંગણી ઓ પછી ખાત્રી આપતા નાટકો કરી થાળી ના વાટકા કરતા આગેવાનો ને પડતા મુકો પ્રજા નું કામ ન કરે તેવા નેતા ઓને ધોઈ પીવા ના ? તાજેતર માં રાજ્ય સરકારે નવા ૧૭ ડિવિઝનો જાહેર કર્યા તેમાં દામનગર ને બાકાત રાખી આ પંથક ની જનતા ને વધુ એક વાર ફરી હળહળતો અન્યાય કર્યો છે જનતા એ હવે જાગવા ની જરૂર અને વામણા નેતા ઓની ખુશામત બંધ કરી કામ કરે તેને જ પ્રાધ્યાયન આપવું જોઈ એ નમો ના નામે કમો છૂટી શુ મેળવશો ? દામનગર પંથક તાલુકો હતો અને ફરી તાલુકો આપવા ની ખાત્રી ઓ બાદ છેતરપીડી યુક્ત રીતે તાલુકો ભાંગી ગામડું બનાવી દેનાર નેતા ઓની મેલી મુરાદ સામે ભારે નારાજગી સાથે કહેવું પડે છે કે વામણા દુરંદેશી વગર ના ભોટ નેતા ઓ જનતા નું શુ ભલું કરશે ?હવે તો જાગો 

Related Posts