અમૃતસરના એક ખેતરમાંથી સાડા ચાર કિલો ઇડ્ઢઠ, પાંચ હેન્ડ ગ્રેનેડ, ચાર પિસ્તોલ, આઠ મેગેઝીન, ૨૨૦ કારતૂસ, બે બેટરી અને બે રિમોટ જપ્ત
શુક્રવારે બીએસએફ અને સ્થાનિક પોલીસ દ્વારા તપાસ દરમિયાન અમૃતસરના અજનાલા પોલીસ સ્ટેશન હેઠળના ગામ ચક્ક બાલાના એક ખેતરમાંથી સાડા ચાર કિલો ઇડ્ઢઠ, પાંચ હેન્ડ ગ્રેનેડ, ચાર પિસ્તોલ, આઠ મેગેઝીન, ૨૨૦ કારતૂસ, બે બેટરી અને બે રિમોટ જપ્ત કર્યા છે.
વાસ્તવમાં બીએસએફની પોસ્ટ શાહપુર પાસે ચક્ક બાલા ગામ આવેલું છે, જ્યાં એક ખેડૂત તેના ખેતરમાં પાક લણણીની કામગીરી કરી રહ્યો હતો. આ દરમિયાન ખેડૂતે ખેતરમાં બે પેકેટ જાેયા અને તુરંત બીએસએફને જાણ કરી દીધી હતી. ત્યારબાદ બીએસએફની ટીમ તુરંત ખેતરમાં પહોંચી ગઈ હતી અને બંને પેકેટોની તપાસ કરતા તેમાં ઉપરોક્ત વિસ્ફોટ સામગ્રી અને હથિયારો મળી આવ્યા હતા.
આ ઘટનામાં બીએસએફએ બંને પેકેજાે જપ્ત કર્યા બાદ ઘટના અંગે અજનાલા પોલીસને પણ જાણ કરી દીધી છે. આ ગામ પાકિસ્તાન સરહદથી લગભગ બે કિલોમીટર દૂર આવેલું છે. ઘટના બાદ બીએસએફ અને પોલીસની ટીમોએ આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દીધી છું. આ ઉપરાંત અનેક ખેતરોમાં પણ તપાસ કરવામાં આવી રહી છે.



















Recent Comments