અમરેલી

ડિજિટલ ઇન્ડિયા અને સુશાસનના ભાગરુપે ભારતીય ટપાલ ખાતાનો વધુ એક ઉમદા અભિગમ

ડિજિટલ ઇન્ડિયા અને સુશાસનના ભાગરુપે ભારતીય ટપાલ ખાતાનો વધુ એક ઉમદા અભિગમ છેજેના લીધે પેન્શનર્સશ્રીઓને વધુ ઝડપી સેવાઓનો લાભ મળશે. કેન્દ્ર અને રાજય સરકારના પોસ્ટ વિભાગ દ્વારા કરવામાં આવેલા એમ.ઓ.યુ. અંતર્ગત ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્ક દ્વારા પેન્શનસર્સની હયાતીની ખરાઈ નિઃશુલ્ક કરવામાં આવશે. નિયમોનુસાર પેન્શનર્સની વાર્ષિક હયાતીની ખરાઈ (મે-જૂન-જુલાઈ) માસમાં કરવામાં આવતી હોય છે જે અન્વયે પોસ્ટ વિભાગ પેન્શનર્સ પાસે જઈને ખરાઈ કરશે.

કેન્દ્ર અને રાજય સરકારના સંયુક્ત ઉપક્રમે ડિજિટલ ઇન્ડિયા અને સુશાસનના ભાગરુપે પેન્શનર્સને પણ ડિજિટલ ઇન્ડિયાનો લાભ મળેતેમને વધુ ઝડપી સગવડ અને સુલભ વ્યવસ્થાઓ મળી રહે તે અભિગમ સાથે પોસ્ટ વિભાગ દ્વારા પેન્શનર્સશ્રીનો સંપર્ક થશે.

પોસ્ટ વિભાગ દ્વારા પેન્શનર્સશ્રીનો સંપર્ક કરવામાં આવે ત્યારે પેન્શનર્સશ્રીઓએ પોસ્ટ વિભાગને તેમના પી.પી.ઓ. નંબરબેંક એકાઉન્ટ નંબરઆધારકાર્ડ સહિતની વિગતો પૂરી પાડવી તેમ અમરેલી જિલ્લા તિજોરી અધિકારીશ્રીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

Related Posts