ગુજરાત

ગુજરાતમાં ફરીથી ઠંડીનો રાઉન્ડ શરૂ થશે, સાથેજમહિનાના અંતમાં માવઠાની પણ આગાહી કરવામાં આવી

છેલ્લા ૪૮-૭૨ કલાકથી રાજ્યના અનેક જિલ્લાઓમાંબપોરના સમયે ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે. અચાનક જ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડી ગાયબ થઇ ગઇ છે. પરંતુ ઠંડી ગાયબ નથી થઇ. હવામાન ખાતાનુંઅને હવામાન આગહીકાર નું માનીએ તો રાજ્યમાં હજુ પણ એક ઠંડીનો રાઉન્ડ આવશે. જેના માટેગુજરાતવાસીઓ એ તૈયાર રહેવાની જરૂર છે. આટલું જ નહીં ઠંડીની સાથે જ હવામાન નિષ્ણાંતઅંબાલાલ પટેલે માવઠાની પણ આગાહી કરી છે. જેના કારણે હાડ થીજવતી ઠંડી પડવાની આગાહી પણ કરવામાં આવી છે.

હવામાન આગહીકારઅંબાલાલ પટેલની આગાહી મુજબ ૨૪ જાન્યુઆરી સુધી ગરમી પડશે અને ૨૫ તારીખથી ગુજરાતમાં ફરી ઠંડી શરૂ થશે. ગુજરાતીઓએ ઠંડીના બીજા રાઉન્ડ માટે તૈયાર રહેવું પડશે. આટલું જ નહીં અંબાલાલ પટેલે જાન્યુઆરીના અંતમાં અને ફેબ્રુઆરીની શરૂઆતમાં માવઠું થવાની આગાહી પણ કરી છે.

જ્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ કાતિલ ઠંડીનો ફરીથી રાઉન્ડ આવશે તેવી આગાહી કરી છે. પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ, ગુજરાતથી ઉત્તર-પૂર્વ દિશાની અંદર રાજસ્થાનના પૂર્વ ભાગ પર સક્રિય થયેલું એન્ટીસાયક્લોન ધીમે-ધીમે નબળું પડી રહ્યું છે. જે આગળ નીકળી જતાં ફરીથી ગુજરાતનું હવામાન બદલાશે. આ એન્ટીસાયક્લોનનીઅસરના કારણે અત્યારે મહત્તમ તાપમાન ૧ થી ૩ ડિગ્રી જેટલું ઊંચકાયું છે.

છેલ્લા ૪૮ કલાક અનુસાર રાજ્યના શહેરોનું તાપમાન
પવનની દિશા બદલાતા રાજ્યના તાપમાનમાં આંશિક ઘટાડો નોંધાયો છે. હાલ પૂર્વથી ઉત્તર પૂર્વીયપવનની દિશા છે. જેના કારણે મોટા ભાગના શહેરોના તાપમાનમાં ઘટાડો જાેવા મળ્યો છે. નલિયામાં૧૧.૦ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં ૧૬.૨, ગાંધીનગરમાં ૧૩.૮ ડિગ્રી, ડીસા૧૫.૦ ડિગ્રી,વલ્લભ વિદ્યાનગર૧૭.૫ ડિગ્રી, ,કંડલા ૧૪.૮ ડિગ્રી, અમરેલી ૧૪.૬ ડિગ્રી, ભાવનગર ૧૮.૦ ડિગ્રી, દ્વારકા ૧૭.૧ ડિગ્રી , ઓખા૧૮.૬ ડિગ્રી, પોરબંદર૧૪.૮ ડિગ્રી , વેરાવળ ૧૮.૩ ડિગ્રી, રાજકોટ ૧૫.૦ ડિગ્રી , સુરેન્દ્રનગર૧૭.૫ ડિગ્રી, મહુવા૧૬.૧ ડિગ્રી અને કેશોદ૧૪.૩ ડિગ્રી, વડોદરા ૧૫.૮ ડિગ્રી, સુરત ૧૭.૮ ડિગ્રી, ભુજ ૧૪.૪ ડિગ્રી તાપમાન નોંધાયું છે.

Related Posts