શ્રી પાલિતાણા એજ્યુકેશન સોસાયટી સંચાલિત અને એમ. કે. ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન શ્રીમતી પી.એન.આર.શાહ મહિલા આર્ટ્સ -કોમર્સ કૉલેજ, પાલિતાણાની વિદ્યાર્થિનીઓએ પાલિતાણાના આદર્શ હણોલ ગામે માનનીય સાસંદ અને કેન્દ્રિય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયા પ્રેરીત આત્મનિર્ભર હણોલ ગ્રામીણ ખેલકુદ મહોત્સવ-૨૦૨૬ મા જિલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કરતાં નારગેલ સ્પર્ધામાં પ્રથમ સ્થાન, વૉલીબોલ તથા રસ્સાખેચમા દ્વિતીય સ્થાન, ગોળાફેકમા નિશા ચૌહાણ પ્રથમ, મેન્સી વઘાસિયા દ્વિતીય સ્થાન અને લીંબુ ચમચીમાં મીનાક્ષી મકવાણા દ્વિતીય તથા મેન્સી વઘાસિયાએ તૃતીય સ્થાન પ્રાપ્ત કરી કૉલૅજ તથા પાલિતાણાનુ ગૌરવ વધાર્યુ હતું. સમગ્ર ટીમ પ્રા. ડૉ. જતીન પંડ્યા તથા નિલેશ રાજ્યગુરુ ના માર્ગદર્શનમાં કોચ અમરસિંહ રાઠોડ દ્વારા વિધાર્થિનીઓને તૈયાર કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થિનીઓની આ સિધ્ધિ બદલ આચાર્ય ડૉ. પંકજ ત્રિવેદી, કૉલેજ પરિવાર, એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ મયુરસિંહજી સરવૈયા તથા સોસાયટીના તમામ હોદ્દેદારોએ અભિનંદન સહ શુભકામનાઓ પાઠવી ઉજ્જવળ ભવિષ્યની કામના કરી હતી.
પાલિતાણા મહિલા કૉલેજની વિદ્યાર્થિનીઓની રમતક્ષેત્રે વધુ એક યશકલગી


















Recent Comments