અમરેલી

દામનગર શ્રી વેજનાથ મહાદેવ ની પાવન નિશ્રા માં ગાયત્રી મંદિર ખાતે “અનસૂયા ક્ષુઘા કેન્દ્ર” અન્નક્ષેત્ર નો પુનઃ પ્રારંભ થશે

દામનગર શહેર માં શ્રી વૈજનાથ મહાદેવ મંદિર  અન્નક્ષેત્ર અનસૂયા ક્ષુઘા કેન્દ્ર ગાયત્રી મંદિર પરિસર માં 

પુનઃ પ્રારંભ માટે યોજાયેલ મીટીંગ માં સરાહનીય નિર્ણય “અનસૂયા ક્ષુઘા કેન્દ્ર ” નામ થી પ્રારંભયેલ રજીસ્ટર સંસ્થા દ્વારા સંચાલિત “અનસૂયા ક્ષુઘા કેન્દ્ર”  કેન્દ્ર” ના નામ થી સંસ્થા કાર્યરત રહેશે એક દિવસ (બપોર) ભોજનના પંદરસો (૧૫૦૦) રૂપિયા લેખે આપી તિથિ ભોજન આપી શકાય છે આ અન્ન ક્ષેત્રમાં અતિથિ અભ્યાગત નિરાધાર ભિક્ષુકો  જરૂરિયાત મંદ લોકો વિના સંકોચે ભોજન લઈ શકશે.આપને ત્યાં આવતા શુભ અશુભ પ્રસંગે તિથિ લખાવી શકો છો અથવા કાચી સામગ્રી આપી શકો છો. અથવા તૈયાર ભોજન પણ આપી શકો છો. આ માટે ૨૪ કલાક પહેલા સંસ્થાને જાણ કરવાની રહેશે. નિયમિત સેવા આપી શકે તેવા સ્વયંસેવકોની સેવા આવકાર્ય છે આ અન્નક્ષેત્રની માહિતી માટે અથવા દાન ભેટ કે તીથી લખાવવા માટે આપે નટુભાઈ ભાતીયા મોબાઈલ નંબર 9016 333300 તથા વિક્રમભાઈ અદાણી ફોન નંબર 9322796939 કે અન્ય સ્થાનિક સભ્યોનો પણ આપ સંપર્ક કરી શકો છો.તેમ આજરોજ યોજાયેલ મીટીંગ માં સંજયભાઈ તન્ના રજનીભાઇ ધોળકિયા નટુભાઈ ભાતિયા મહેશભાઈ ચૌહાણ પ્રફુલભાઈ નારોલા ભરતભાઇ ભટ્ટ વિક્રમભાઈ અદાણી દીપકભાઈ રાવલ સુરેશભાઈ મકવાણા કોશલભાઈ વાજા કોશિકભાઈ બોરીચા ચિરાગભાઈ સોલંકી રાજુભાઇ મસરાણી રાજેશભાઇ ચુડાસમા લાભુભાઈ નારોલા મનસુખભાઈ નારોલા ગોરધનભાઇ આસોદરિયા જયતિભાઈ નારોલા સહિત ની અનેક સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણી ઓની ઉપસ્થિતિ માં “અનસૂયા ક્ષુઘા કેન્દ્ર” સંસ્થા દ્વારા પુનઃ પ્રારંભ કરાશે 

Related Posts