અંટાળેશ્વર મહાદેવ અને રામજીમંદિર ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે ફ્રી નેત્ર નિદાન કેમ્પ યોજાયો
લીલીયા તાલુકાના અંટાળીયા મહાદેવ ના સાનિધ્યમાં અંટાળેશ્વર મહાદેવ અને રામજીમંદિર ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે ફ્રી નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ.આ આયોજન માં આંખો ને લગતી તમામ તકલીફો અંગે ફ્રી તપાસ કરી આપવામાં આવે છે.આ કેમ્પ મહિના દર પહેલા રવીવારે કરવામાં આવે છે. આ કેમ્પમાં આંખો ના મોતિયા હોય આંખોના નંબર હોય કે આંખોને લગતી અન્ય તકલીફો હોય એના અંગે માહિતગાર કરવામાં આવે છે અને એ અંગે પૂરેપૂરી તપાસ કરી આપવામાં આવે છે. આ કેમ્પમાં ઉપસ્થિત આંખો ના ડોક્ટર દિનેશભાઈ જોગાણી ડોક્ટર બદલાણી સેવાકાર્ય માં હરીપર ના સ્વયંસેવકો કાળુભાઈ વેકરીયા ગીતેશભાઇ રાણોલીયા ગોરધનભાઇ માકાણી નાથાભાઇ ગોગદાણી દ્વારા છેલ્લા ૨૪ માસ કરતા વધુ સમય થી આ સેવા કાર્યમાં સેવા આપવામાં આવે છે.અંટાળેશ્વર મહાદેવ મંદિર ના ટ્રસ્ટીઓ , મંદિરના મહંતો તથા આ કેમ્પ ના મુખ્ય દાતા જયંતીભાઈ વીરજીભાઈ બાબરીયા મૂળ ગામ એકલારા તેમજ સહદાતા ધનજીભાઈ જસમતભાઈ રાખોલીયા મૂળ ગામ અકાળા ના આર્થિક સહયોગ થી આ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.આ કેમ્પ માં લીલીયા તાલુકા તેમજ અંટાળીયા ગામના તેમજ આસપાસના ગામોના સર્વ જ્ઞાતિજનોને પ્રમૂખ નાનુભાઈ વેકરિયા, વિઠ્ઠલભાઈ માંદલીયા,ભુપતભાઈ કનાળા, ડો.જયંતીભાઈ કુંભાણી તેમજ સમગ્ર ટ્રસ્ટીગણ વતી વધુમાં વધુ લાભ લેવા માટે અપીલ કરવામાં આવે છે .આ કેમ્પ દરમીયાન અમરેલી જિલ્લા કમાન્ડર રોહિતભાઈ મહેતા તેમના સ્ટાફ સનેત્ર નિદાન શિબિર ને બીરદાવ્યુ ડો પ્રફુલ્લભાઈ શિરોયા કમાન્ડન્ટ સુરત , પ્રમુખ લોક દર્ષ્ટી ચક્ષુબેક, એ નેત્ર પત્યારોપણ માટે દર્દી ને નેત્રદાન થી કરાવી ફરી દ્રષ્ટીવાન બનાવશે
Recent Comments