અમરેલી

અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના –  નજીવા પ્રીમિયમ દરે શ્રમિકો અને અન્ય નાગરિકોને અકસ્માત વીમાનું સુરક્ષા કવચ

પોસ્ટ વિભાગ અને ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા ખાસ શ્રમિકો માટે “અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના” અમલી  છે. આ યોજના મારફતે શ્રમિકોને રુ.૨૮૯ના વાર્ષિક પ્રીમિયમમાં રુ.૫ લાખ, રુ.૪૯૯ના વાર્ષિક પ્રીમિયમમાં રુ.૧૦ લાખનો અકસ્માત વીમો મેળવી શકશે. શ્રમિક સિવાયના નાગરિકો માટે રુ.૩૫૫માં રુ.૫ લાખ, રુ.૫૫૫માં રુ.૧૦ લાખ અને રુ.૭૫૫માં રુ.૧૫ લાખ નો અકસ્માતનો વીમો મેળવી શકશે.

આ વીમો અલગ-અલગ ૦૮ પાર્ટનર્સના સહયોગ થકી આપવામાં આવી રહ્યો છે. આ યોજનાનો લાભ મેળવવા ઇચ્છતા હોય તેવા નાગરિકોને માટે અમરેલી ડિવિઝનની તમામ પોસ્ટ ઓફિસ ખાતે આગામી તા.૬ અને તા.૭ દરમિયાન વિશેષ કામગીરી (સ્પેશ્યિલ મેગા કેમ્પ) હાથ ધરવામાં આવશે. આ અંગેની વધુ વિગતો અને માર્ગદર્શન માટે જે-તે વિસ્તારની પોસ્ટ ઓફિસનો સંપર્ક કરવો. આ  યોજના અન્વયે વધુમાં વધુ શ્રમિકો અને નાગરિકોને વીમા સુરક્ષા કવચ મેળવવા અમરેલી પોસ્ટ ઓફિસના ડાકઘર અધિક્ષકશ્રીએ એક અખબારી યાદીમાં અનુરોધ કર્યો છે.

Related Posts