દેશમા વર્તમાન સ્થિતિને ધ્યાને રાખી ભગવાન પરશુરામજીની જન્મજયંતિ સાદગી પુર્વક ઉજવવા તેમજ આંતકી હુમલામાં મૃતકોને શ્રદ્ધાંજલી અર્પણ કરવા સર્વ બ્રહ્મ સમાજના સંગઠનોને અપીલ કરતા ડો. યજ્ઞેશ દવે
બહ્મ સમાજના અગ્રણી શ્રી ડો.યજ્ઞેશ દવે એક અખબારી યાદીમાં જણાવે છે કે, ભગવાન પરશુમરામ જંયતિનું હિન્દુ ઘર્મમાં વિશેષ ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ છે.ભારતના મહાન અમર રૂષી મુનિઓમાં ભગવાન પરશુરામની ગણના થાય છે. આગામી તારીખ ૨૯ એપ્રિલના રોજ ભગવાન શ્રી પરશુરામજીની જન્મ જયંતિ આવી રહી છે. બહ્મ સમાજ સહિત સર્વે લોકો ખૂબ ઉત્સાહ પુર્વક જન્મજંયતિ નીમિતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરે છે પરંતુ તાજેતરમાં જમ્મુકાશ્મિરના પહલગામમાં આંતકવાદીઓએ પ્રવાસીઓને ટાર્ગેટ કરી અંધાધુધ ગોળીબાર કર્યો . આંતકવાદી ઘટનામાં અંદાજે ૨૭ લોકોનાના મોત થયા છે. આતંકી ઘટનાથી આજે સમગ્ર દેશ શોકમા છે ત્યારે બ્રહ્મ સમાજના કન્વીનરશ્રી શ્રી ડો.યજ્ઞેશ દવેએ સૌ બ્રહ્મસમાજના સંગઠનોને વિનંતી કરી છે કે જ્યારે દેશમા શોકનો માહોલ છે ત્યારે ભગવાન પરશુરામની જન્મજયંતિ સાદગીથી ઉજવીએ. ભગવાનશ્રી પરશુરામજીનો જન્મોત્સવ આપણે ફરી ઉજવી શકીશું આંતકી ઘટનામાં ભોગબનનાર મૃતકોને શ્રદ્ધાંજલી અર્પણ કરી શકીએ તે અર્થે સાદગીથી ઉત્સવ કરીએ જેમાં ડીજે,ઢોલનગારાનો ઉપયોગ ન કરીએ અને કાર્યક્રમની શરૂઆતમાં દિવગંત આત્માને શ્રદ્ધાંજલી અર્પણ કરીએ.
અક્ષય તૃતિયાના ખાસ દિવસે ભગવાન પરશુરામજીનો જન્મ થયો હતો, આ દિવસે દાન તેમજ સારા કાર્યોના પ્રારંભ કરવાની પરંપરા છે. અને કહેવાય છે કે આ દિવસે દાન કરવાથી મનોકામના પુર્ણ થાય છે. ભગવાન પરશુરામજીની જન્મજયંતિમા આપણે ચોક્કસ મહાઆરતી અને મૃતકોને શ્રદ્ધાંજલી અર્પણ કરવી તેમજ ભજનકીર્તનના કાર્યક્રમ કરવા અપીલ કરવામાં આવી છે.
સમાજના પ્રમુખશ્રી ભરતભાઇ રાવલ,મહામંત્રીશ્રીઓ શ્રી અશ્વીનભાઇ ત્રીવેદી, શ્રી ગીરીશભાઇ ત્રીવેદી અને સમાજના અગ્રણીશ્રી અમિતભાઇ દવેએ સમાજના મુખ્ય કન્વીનરશ્રી ડો.યજ્ઞેશભાઇ દવેની આ અપીલને સમર્થન આપ્યું છે.
ભગવાન પરશુરામજીની જન્મજયંતિ સાદગી પુર્વક ઉજવવા તેમજ આંતકી હુમલામાં મૃતકોને શ્રદ્ધાંજલી અર્પણ કરવા સર્વ બ્રહ્મ સમાજના સંગઠનોને અપીલ: ડો. યજ્ઞેશ દવે

Recent Comments