fbpx
અમરેલી

લાઠી તાલુકાના અરજદારોને જમીન, મકાન દસ્તાવેજ નોંધણી સહિતની કામગીરીમાં સરળતા સાથે ઉત્તમ સુવિધા મળશે

લાઠી તાલુકાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારના નાગરિકોને સરળતાથી ઉત્તમ સુવિધાઓ પ્રાપ્ત થાય અને અરજદારોને હાલાકીનો સામનો ન કરવો પડે તેવા ઉમદા હેતુથી પ્રાંત કચેરી, લાઠી નજીકમાં નવનિર્મિત સબ રજીસ્ટ્રાર કચેરીનું આજરોજ અમરેલી સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા અને લાઠી ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવિયાની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયાએ રિબિન કાપીને ઉદ્ઘાટન કર્યુ હતુ અને નવનિર્મિત સુવિધાયુક્ત કચેરીને ખુલ્લી મુકી હતી. ઉપરાંત ઉપસ્થિત મહાનુભાવોએ નવનિર્મિત કચેરીના પટાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતુ.

ઉલ્લેખનીય છે કે, નવનિર્મિત સબ રજીસ્ટ્રાર કચેરીમાં પીવાના પાણીની વ્યવસ્થા, સેનિટેશન સહિતની સુવિધા, વેઈટીંગ એરિયા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે. અદ્યતન સુવિધાયુક્ત નવનિર્મિત સબ રજીસ્ટ્રાર કચેરી લાઠી ખાતે અરજદારોને સરળતાથી વિવિધ સેવાઓ પ્રાપ્ત થશે.નવનિર્મિત સબ રજીસ્ટ્રાર કચેરી લાઠી ઉદ્ધાટન પ્રસંગે લાઠી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી મધુભાઈ નવાપરા, જિલ્લા પંચાયત સભ્ય શ્રી જીતુભાઈ ડેર, લાઠી પ્રાંત અધિકારી શ્રી બ્રહ્મભટ્ટ નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યૂટી શ્રી નિમાવત, નોંધણી નિરીક્ષક શ્રી સિંધવ, લાઠી મામલતદાર શ્રી રાજ્યગુરૂ સહિતના અધિકારીશ્રી, કર્મચારીશ્રીઓ અને લાઠીના સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts