ભાવનગર

શેત્રુંજી સિંચાઈ યોજનામાં રવિ/ઉનાળુ મોસમ માટે પાણી મેળવવા માટે બાગાયતદારો પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવ્યાં

શેત્રુંજી સિંચાઈ યોજનામાં રવિ/ઉનાળુ મોસમ ૨૦૨૪-૨૫ માટે પાણી મેળવવા માટે બાગાયતદારો પાસેથી તા.૩૧/૧૨/૨૦૨૪ સુધીમાં અરજી ફોર્મ માંગવામાં આવ્યાં હતાં પરંતુ સિંચાઇ માટેના પૂરતાં પ્રમાણમાં ફોર્મ આવ્યાં ન હોવાથી અરજી ફોર્મ સ્વીકારવાની મુદત તા.૩૧/૦૧/૨૦૨૫ સુધી લંબાવવામાં આવી છે.જેથી દરેક બાગાયતદારોએ વધારેલ મુદતમાં સિંચાઈના ફોર્મ અચુક ભરી દેવા. મુળ જાહેરાતની અન્ય શરતો યથાવત રહેશે. બાગાયતદારોએ રબી/ઉનાળુ મોસમ ૨૦૨૪-૨૫ માટે અરજી ફોર્મ લગત સેકશન કચેરીમાં તાત્કાલિક અસરથી ભરી જવા ભાવનગર જળ સિંચન વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રીની કચેરી દ્વારા જણાવાયું છે.લંબાવેલ મુદત બાદ સિંચાઇના ફોર્મ દોઢ ગણા દરે સ્વીકારવામાં આવશે. જેની દરેક બાગાયતદારોએ નોંધ લેવી તેમ જળ સિંચન વિભાગની અખબારી યાદીમાં જણાવ્યું છે.

Follow Me:

Related Posts