અમરેલી

માત્ર નાના હંગામી દબાણદારો ને નોટિસો સામે દામનગર સરદાર ચોક શાકભાજી વિક્રેતા ઓનું ચીફ ઓફિસર ને આવેદન પત્ર

દામનગર શહેર માં સરદાર ચોક વિસ્તાર માં શાકભાજી લારી ગલ્લા પથણા વાળા ફેરિયા હરતી ફરતી લારી ધારકો ને નોટિસ કેમ ? સરદાર ચોક માં દુકાનો સમાંતર બહાર ઓટલા ભાડે દુકાનો બહાર દાર્શનિક ભાગો અન્ય વ્યવસાયકો ને ભાડે આપી રસ્તા ઓ સાંકડા બનાવી દેનાર સ્થાવર મિલકત ધારકો મુદ્દે પાલિકા તંત્ર કેમ ચૂપ ? રહેણાંક હેતુ ની જમીનો માં વાણિજ્ય ઉપીયોગ પાર્કિગ વગર ના શોપિંગ મોલ જેવા મુખ્ય બજારો માં દુકાનો થી બહાર છાપરા છાંયડા કરી કાયમી જાહેર રસ્તાઓ અવરોધ કરતા દબાણદારો સામે પાલિકા તંત્ર ચૂપ માત્ર હંગામી હરતી ફરતી લારી પથણા ધારકો ને નોટિસો આપી દબાણદારો ગણી પક્ષપાતી કાર્યવાહી સામે સમસ્ત શાકભાજી વિક્રેતા ઓમાં ભારે નારાજગી ઉભી થઈ રહી છે દામનગર નગરપાલિકા કચેરી ખાતે આજે સમસ્ત શાકભાજી વિક્રેતા દ્વારા ચીફ ઓફિસર ને આવેદન પત્ર પાઠવી પક્ષપાતી વલણ સામે રોષ વ્યકત કર્યો હતો 

Related Posts