ગણોતધારાની જોગવાઈઓ હેઠળ ટ્રસ્ટ તથા કંપનીઓ દ્વારા પૂર્વ પરવાનગી વિના વેચાણ રાખેલ જમીન નિયમબદ્ધ કરવાની અરજીઓ તા.૩૧ માર્ચ સુધીમાં રજૂ કરવી

ગણોતધારાની જોગવાઈઓ હેઠળ ટ્રસ્ટ તથા કંપનીઓ દ્વારા પૂર્વ પરવાનગી વિના વેચાણ રાખેલ જમીન નિયમબદ્ધ કરવાની અરજીઓ તા.૩૧ માર્ચ, ૨૦૨૫ સુધીમાં કરવી.
રાજ્ય સરકારના મહેસુલ વિભાગના તા.૧૫-૩-૨૦૨૪ના જાહેરનામાથી ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન અધિનિયમ-૧૯૪૮ સૌરાષ્ટ્ર ઘરખેડ ગણોત વહીવટ પતાવટ અને ખેતીની જમીન વટહુકમ- ૧૯૪૯ અને ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન (વિદર્ભ પ્રદેશ અને કચ્છ ક્ષેત્ર) અધિનિયમ -૧૯૫૮ની અનુક્રમે કલમ- ૬૩AC, કલમ-૫૪B, અને કલમ-૮૯(C) અંતર્ગત પબ્લિક ટ્રસ્ટ અથવા સખાવતી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાના ઉદ્દેશ્યથી કંપની એક્ટ-૨૦૧૩ હેઠળ નોંધાયેલ કંપની ગણોત ધારાની જોગવાઈઓ મુજબ પૂર્વ પરવાનગી વિના ખરીદવામાં આવેલ જમીનનું વેચાણ નિયમબદ્ધ કરવા માટે અરજી કરવાની સમય મર્યાદા તા.૩૧ માર્ચ, ૨૦૨૫ નિયત થયેલ છે.
આ પ્રકારના કેસોમાં ચેરિટી કમિશનરશ્રીનો પરામર્શ કરી ગણોત ધારાની જોગવાઈઓને આધિન સંબંધિત ટ્રસ્ટ અથવા કંપનીઓ દ્વારા વેચાણ નિયમબદ્ધ કરવા માટે તા.૩૧- ૩- ૨૦૨૫સુધીમાં અરજીઓ કરવાની રહેશે.
આમ, તા.૩૧ માર્ચ, ૨૦૨૫ સુધીમાં ગણોતધારાની જોગવાઈઓને આધિન સંબંધિત ટ્રસ્ટ અથવા કંપનીઓ દ્વારા વેચાણ નિયમબદ્ધ કરવા માટે અરજીઓ રજૂ કરવા અમરેલી જિલ્લા કલેકટર કચેરીએ એક યાદીમાં જણાવ્યું છે.
Recent Comments