અમરેલી

લાઠી તાલુકાના કરકોલિયા, ગોવિંદપરા, દુધાળા, માલવિયા પીપરિયા, રામપરા પ્રાથમિક શાળા મધ્યાહન ભોજન કેન્દ્ર સંચાલક માટે તા.૦૩ જૂન સુધીમાં અરજી કરવી

લાઠી તાલુકાના કરકોલિયાગોવિંદપરાદુધાળામાલવિયા પીપરિયારામપરા પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજન કેન્દ્ર ખાતે સંચાલકની આવશ્યકતા છે.

જગ્યાઓ માટે સરકારના નિયમો અનુસાર માનદ વેતન આપવામાં આવશે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા.૦૩ જૂન૨૦૨૫ સુધીમાં લાઠી તાલુકા મામલતદાર કચેરી મધ્યાહન ભોજન યોજના શાખામાંથી જાહેર રજા સિવાય કચેરી સમય દરમિયાન વિના મૂલ્યે અરજીપત્ર મેળવી જરુરી દસ્તાવેજો આધાર પુરાવા સાથે અરજીપત્ર તા.૦૩ જૂન૨૦૨૫ બપોરના ૩ વાગ્યા સુધીમાં કચેરી સમય દરમિયાન લાઠી મામલતદાર કચેરી મધ્યાહન ભોજન યોજના શાખા ખાતે પહોંચાડવા.

આ જગ્યા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત ધો. ૧૦ પાસ,  જાહેરનામાની તારીખે ઉમેદવાર માટે વયમર્યાદા ૨૦ વર્ષથી વધુ અને ૬૦ વર્ષથી ઓછી હોવી જોઈએ.

નિયમોનુસારની અરજીલાયકાતવયમર્યાદા તથા સરકાર દ્વારા ઠરાવવામાં આવેલા ધોરણો ધરાવતા ઉમેદવારોને મુલાકાત માટે બોલાવવામાં આવશે. માત્ર મુલાકાત માટે બોલાવવાથી કોઈ ઉમેદવાર આ જગ્યા માટે નિમણૂક મેળવવા હકદાર બની જતા નથીઉમેદવારની પસંદગી માટે જરુર જણાય મુલાકાત દરમિયાન ઉમેદવારે વિશેષ વિગતો રજૂ કરવી.

અધૂરી વિગત હોય તેવી નિયત સમય મર્યાદા બાદ મળેલી અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહિ તેમ લાઠી તાલુકા મામલતદારશ્રીએ એક યાદીમાં જણાવ્યુ છે.

Related Posts