અમરેલી

બગસરાના ડેરી પીપળીયા, જૂના વાઘણીયા અને સનાળીયા પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજન સંચાલક માટે તા.૯ મે સુધીમાં અરજી કરવી

બગસરા તાલુકાના ડેરી પીપળીયા, જૂના વાઘણીયા અને સનાળીયા ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન સંચાલકની આવશ્યકતા છે. જગ્યાઓ માટે સરકારના નિયમો અનુસાર માનદ વેતન આપવામાં આવશે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા.૭-૫-૨૦૨૫ સુધીમાં બગસરા તાલુકા મામલતદાર કચેરી મ.ભો.યો. શાખામાંથી જાહેર રજા સિવાય કચેરી સમય દરમિયાન વિના મૂલ્યે અરજીપત્ર મેળવી જરુરી દસ્તાવેજો આધાર પુરાવા સાથે અરજીપત્ર તા.૯ મે, ૨૦૨૫ બપોરના ૨ વાગ્યા સુધીમાં કચેરી સમય દરમિયાન બગસરા મામલતદાર કચેરીની રજિસ્ટ્રી શાખામાં પહોંચાડવા.

આ જગ્યા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત ધોરણ ૧૦ પાસ કે તેથી વધુ, ધો.૧૦ પાસ ગામમાં ન મળે તો તે જ ગામના ધો.૭ પાસને પણ તક આપવામાં આવશે.  જાહેરનામાની તારીખે ઉમેદવાર માટે વયમર્યાદા ૨૦ વર્ષથી વધુ અને ૬૦ વર્ષથી ઓછી હોવી જોઈએ. ઉમેદવાર તે જ ગામના વતની હોવા જોઈએ.

નિયમોનુસારની અરજી, લાયકાત, વયમર્યાદા તથા સરકારદ્વારા ઠરાવવામાં આવેલા ધોરણો ધરાવતા ઉમેદવારોને મુલાકાત માટે બોલાવવામાં આવશે.  માત્ર મુલાકાત માટે બોલાવવાથી કોઈ ઉમેદવાર આ જગ્યા માટે નિમણૂક મેળવવા હકદાર બની જતા નથી, ઉમેદવારની પસંદગી માટે જરુર જણાય મુલાકાત દરમિયાન ઉમેદવારે વિશેષ વિગતો રજૂ કરવી.

સંચાલકની જગ્યા પર ગેરલાયક ઠર્યા હોય તેવા ઉમેદવાર અરજી ફોર્મ ભરી શકશે નહિ.  નિયત સમયે મર્યાદા વીત્યે અને અધૂરી વિગત હોય તેવી અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહિ.

આ ઉપરાંત અનાજ દળવાની ઘંટી ચલાવતી વ્યક્તિ, વકીલાત જેવા વ્યવસાયમાં જોડાયેલ હોય, શાકભાજી, મરી, મસાલા કે જલાઉ લાકડાનો વેપાર કરતી વ્યક્તિ, સસ્તા અનાજની દુકાન ચલાવતી હોય તેવી વ્યક્તિને નિમણૂક આપી શકાશે નહિ, તેમ બગસરા તાલુકા મામલતદારશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

Related Posts