અમરેલી જિલ્લા પંચાયતની નિયત સમય મર્યાદાની મુદત પૂર્ણ થતા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા હુકમ અન્વયે અમરેલી જિલ્લા પંચાયતના વહીવટદાર તરીકે કલેક્ટરશ્રી, અમરેલીની નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂકનો હુકમ થતા મંગળવારે તા. ૧૭ માર્ચના રોજ જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજે અમરેલી જિલ્લા પંચાયતના વહીવટદાર તરીકે વિધિવત ચાર્જ સંભાળ્યો હતો.
રાજ્ય સરકાર દ્વારા ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ની કલમ-૨૭૮ અન્વયે પંચાયત અધિનિયમની કલમ-૧૩ અનુસાર ૧૬-૧૯ માર્ચ, ૨૦૨૬ દરમિયાન મુદત પૂર્ણ થનારા જિલ્લા તથા તાલુકા પંચાયતોમાં ચૂંટણીઓ પૂર્ણ થાય અને બેઠક મળે નહીં ત્યા સુધી વહીવટદારશ્રીઓની નિમણૂક કરવામાં આવી છે.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરીમલ પંડ્યા, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્પણ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા.













Recent Comments