અમરેલી

અંટાળીયા મહાદેવ ગામે ઉચ્ચતર માધ્યમિક સ્કૂલ ને મંજૂરી મળી સાજણટીંબા કૃષ્ણગઢ જાત્રુડા જેવા ગામો ના વિદ્યાર્થી ઓને લાભ મળશે

લીલીયા તાલુકાના અંટાળીયા મહાદેવ ગામે ગુજરાત સરકાર તરફ થી હાઇસ્કૂલ ની મંજુરી મળી હતી તા.૦૫/૦૮/૨૫ ના રોજ શુભ પ્રારંભ કરવામાં આવ્યો છે ભગવાન શ્રી મહાદેવ ની કુપા શ્રાવણ માસ ના દિવસ દરમિયાન આ અંટાળીયા પ્રાથમિક શાળા ના રૂમ માં હંગામી ધોરણે પ્રવેશ પ્રક્રિયા પ્રારંભ કરાય હાલ ધોરણ ૯ ના વિધાર્થી માટે અભ્યાસ શરૂ કરી દીધી છે આગામી દિવસોમાં આજુ બાજુના ગામો જાત્રોડા  સાજણટીંબા કુષ્ણગઢ લુવરિયા વિગેરે ગામો ના વિધાર્થી ઓને ઉચ્ચતર માધ્યમિક વિદ્યા અભ્યાસ નો લાભ મેળશે હાઇસ્કૂલ ની મંજુરી મળતા આગેવાનો ખુશી વ્યક્ત કરી હતી નિર્મળભાઈ ખુમાણ સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મહામંત્રી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને અંટાળીયા ગામ સરપંચ દાનાભાઇ હેલયા ઉપસરપંચ પ્રવિણભાઇ ખુમાણ હાઇસ્કૂલ પ્રિન્સિપાલ હરેશભાઈ ગોરચાલીયા અંટાળીયા પ્રાથમિક શાળા ના આચાર્ય  ધીરુભાઈ ઠુંમર અશ્વિનભાઈ આકજા તેમજ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા

Related Posts